અપરાધી ગમે એટલો ચતુર હોય ચાલાક હોય પરંતુ અપરાધ ક્યારે પણ છાનું રહેતું નથી એ પાપ છાપરે ચડી એક દિવસ જરૂર પોકારે છે તેનું વધુ એક ઉદાહરણ આપતી ઘટના જામનગર ખાતે બહાર અવાજ છે. જામનગર ખાતે આવેલ શિવમ પાર્કમાં રહેતા એક કારખાનેદાર યુવાન બે વર્ષ અગાઉ ગુમ થઈ ગયો હતો. આ અંગે મૃતકની પત્ની દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે તેણીનો પતિ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો છે અને કોઈ એક કંપનીમાં નોકરી કરે છે જ્યાં ફોન કરવા પર પ્રતિબંધ છે આવી વાત પરિવાર અને સમાજમાં ફેલાવી આરોપી મહિલા બિન્દાસ રીતે પોતાના ખેલ ખેલતી રહી હતી પરંતુ તેણીના પાપનો ઘડો આખરે ફૂટી ગયો હતો અને તેણીએ પોતાના પતિનું કાસડ કાઢી નાખ્યાનું ફલિત થયું હતું.
જામનગર પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે બે વર્ષ અગાઉ જીગ્નેશ માવડીયા નામનો કારખાનેદાર યુવાન ગુમ થઈ ગયો હતો આ અંગે જીગ્નેશની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ માવડીયાએ એવી વાત ફેલાવી હતી કે જીગ્નેશ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો છે અને તે કોઈ કંપનીમાં નોકરી કરે છે પરંતુ કંપનીમાં ફોન પર વાત કરવા પર પ્રતિબંધ હોવાથી વાત થઈ શકતી નથી, આવી વાત ફેલાવી મૃતક જીગ્નેશની પત્ની ખેલ ખેલી રહી હતી. દરમિયાન લાંબા સમય સુધી જીગ્નેશ ગુમ રહેતા જીગ્નેશના ભાઈએ ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી કરતા મૃતક જીગ્નેશની પત્ની પાસે જઈ જીગ્નેશ કઈ કંપનીમાં છે, તે અંગે પૂછપરછ કરતા આખરે જીગ્નેશની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ ભાંગી પડી હતી અને જીગ્નેશની હત્યા થયાની વાત કરતા આખો સનસની ખેજ મામલો સામે આવી ગયો હતો. જીગ્નેશના ભાઈએ પોલીસનો સંપર્ક કરી આખી હકીકતનું વર્ણન કરતા પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી જીગ્નેશની પત્નીની પૂછપરછ હાથ ધરતા ખડભડાટ મચાવે તેવી હકીકત ખુલી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે જીગ્નેશની પત્ની નિલેશ કાછડીયા નામના યુવાનના પ્રેમમાં હતી. બે સંતાનોની માતા એવી પૃથ્વી ઉર્ફે ભૂમિ અને નિલેશે, જીગ્નેશને વચ્ચેથી હંમેશની માટે હટાવી દેવાનું પ્લાન બનાવેલું અને જીગ્નેશને દારૂની પાર્ટીના બહાને કારખાનામાં બોલાવી પૃથ્વી ઉર્ફે ભૂમિનો પ્રેમી નિલેશ અને તેનો સાથીદાર બલવીર વર્માએ દારૂના ગ્લાસમાં સાઈનાઈટ નાખી જીગ્નેશને પીવડાવ્યા બાદ જીગ્નેશનું મોત નીપજતા તેની લાશને કારખાનામાં જ 12 ફૂટ ઊંડો ખાડો ખોદી દાટી દેવાયો હતો. આ ઘટના બાદ નિલેશ અને પૃથ્વી ઉર્ફે ભૂમિ ખેલ ખેલતા રહ્યા હતા અને પૃથ્વી ઉર્ફે ભૂમિએ પરિવારમાં જીગ્નેશ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયાની વાત કરી સૌને ગુમરાહ કરતી રહી હતી. આટલી હકીકત ખુલ્યા બાદ પોલીસે જ્યાં મૃતકની લાશ દાટી દેવાઈ હતી ત્યાં ખોદકામ કરાવતા 12 ફૂટ નીચેથી માનવ કંકાલ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે મૃતકની પત્ની સહિત ત્રણેય સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સૌ કોઈ માટે આંખ ઉઘાડનારી છે જેમાં કોઈ ચમરબંધ એમ સમજતું હોય કે અપરાધને કાયમના માટે દબાવી શકાય છે તો એ ખાંડ ખાય છે યાદ રાખો અપરાધને ક્યારે પણ દબાવી શકાતું નથી આ કુદરતનો નિયમ છે આજે નહીં તો કાલે અપરાધનું પાપ છાપરે ચડ્યા વિના રહેતું નથી તેનું આ એક વધુ ઉદાહરણ સામે આવ્યું.
પ્રકાશિત નીતેશ ગોર ભુજ
