Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

ધાણીપાસા વડે રમાતો જુગાર ઝડપાયો : LCB પશ્ચિમ કચ્છે 3 જુગારીઓને ઝડપી પાડ્યા, 5 જણા ફરાર…

પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા જુગાર વિરુદ્ધ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાણીપાસા વડે રમાતો જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે પાંચ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કબ્જે કરાયેલ મુદ્દામાલમાં રોકડ રકમ : રૂ. 42,000/-, ધાણીપાસા : 2 નંગ, મોબાઇલ ફોન : 1 નંગ રૂપિયા 5,000/-, મોટરસાયકલ : 2 નંગ રૂપિયા 30,000/-, નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં (1) કરશન ભીમશી ગઢવી, રહે. કોટાયા, તા. માંડવી (લિસ્ટેડ જુગારી), (2) ભાવેશ નારાણભાઈ ગઢવી, રહે. કોટાયા, તા. માંડવી, (3) વસીમ અદ્રેમાન ચાકી, રહે. ટોડીયા, તા. નખત્રાણા તેમજ ફરાર આરોપીઓમાં (1) સતાર હિંગોરજા, રહે. નખત્રાણા, (2) અનવર ઉર્ફે અનુ કુંભાર રહે. સુખપર (રોહા), (3) ચંદુ રતન ગઢવી, રહે. કોટાયા, તા. માંડવી, (4) કરણસિંહ, રહે. સુખપર (રોહા), (5) ફકીર દરાડ, રહે. સાભરાઈ, તા. માંડવીનો સમાવેશ થાય છે. આ સમગ્ર સફળ કામગીરી ASI દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા, તેમજ HC મુળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ અને રાજેશભાઈ ગઢવી સહિતની LCB પશ્ચિમ કચ્છની ટીમે હાથ ધરી હતી.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ…

Related posts

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ પૈકી કપિલ દેસાઈ નામનો પોલીસ કર્મી ઝડપાયો

ખાવડા : રિમાન્ડ પૂર્ણ થતા પ્રેમી યુગલ જેલ હવાલે…

Kutch Kanoon And Crime

ગાંધીધામ : મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમાને બદનામ કરવા ખોટી રીતે અશ્લીલ વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી ખંડણી કેશમાં કથિત પત્રકાર સહિત બે શખ્સની ધરપકડ…

Kutch Kanoon And Crime

Leave a comment