Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchMandvi

માંડવી ભાજપના વોર્ડ-4ના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વાયરલ થતા ખળભળાટ…

સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક ચૂંટાયેલા હોદ્દેદારો સહિત ભાજપના સભ્ય પણ ગ્રુપમાં જોડાયેલા હોવાના દાવા, તેમજ મહિલાઓ પણ ગ્રુપમાં હોવાથી રોષનો માહોલ ઊભો થયો છે…

માંડવી શહેરના ભાજપ વોર્ડ નંબર-4 સાથે સંકળાયેલા વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વાયરલ થવાની ઘટના સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગ્રુપના એક સભ્ય દ્વારા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવાની ઘેલછામાં ભાન ભૂલી અશ્લીલ ફોટા વિડિઓ પોસ્ટ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ગ્રુપના અન્ય સભ્યોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. દાવા મુજબ, આ ગ્રુપમાં સ્થાનિક ધારાસભ્ય, ભાજપના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત મહિલા સભ્યો પણ જોડાયેલા છે.

સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક ચૂંટાયેલા હોદ્દેદારો સહિત ભાજપના સભ્ય પણ ગ્રુપમાં જોડાયેલા હોવાના દાવા, તેમજ મહિલાઓ પણ ગ્રુપમાં હોવાથી રોષનો માહોલ ઊભો થયો છે…

આવા ગ્રુપમાં અશ્લીલ સામગ્રી પોસ્ટ થતાં અનેક સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ ગ્રુપમાં થયેલી ચર્ચામાં આ મામલો પક્ષના ઉચ્ચ હોદ્દેદારો સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય શિસ્તાત્મક કાર્યવાહી કરવા અંગે ચર્ચા શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાજકીય અને સામાજિક રીતે જવાબદાર ગણાતા ગ્રુપમાં આવી ઘટના બનતા સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. જોકે, આ મામલે ભાજપના સ્થાનિક આગેવાનો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો પક્ષ દ્વારા કોઈ સ્પષ્ટતા અથવા કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવશે તો તે મુજબ વધુ વિગતો સામે આવશે.

નોંધ – વિશ્વસનીય સૂત્રો સાથે વાયરલ

Related posts

ભુજથી ઉપડેલી સયાજીનગરી ટ્રેનમાં ત્રણ વર્ષના બાળકને મૂકી ગાંધીધામથી ફરાર થયેલી યુવતીને રેલ્વે પોલીસે પકડી પાડી

આવતી કાલથી ફક્ત સવારે 7 થી બપોર 12 વાગ્યા સુધી જ જરૂરી કામ માટે બહાર નીકળવુ : વગર કામે નીકળ્યા તો ડિટેઇન થઇ જશો

Kutch Kanoon And Crime

પશ્ચિમ કચ્છમાં સરપંચપુત્રની જુગાર ક્લબ ઝડપાઇ : જામનગર અને પૂર્વ કચ્છના ખેલીઓ રમવા આવતા 8 ઝડપાઇ ગયા

Kutch Kanoon And Crime

Leave a comment