Kutch Kanoon And Crime
GandhidhamGujaratKutchSpecial Story

ગાંધીધામના ભારતનગરમાં 107મો નેત્ર યજ્ઞ યોજાયો : મોટી સંખ્યામાં લોકોએ આંખોની તપાસ કરાવી…

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓનો સુંદર દાખલો જોવા મળ્યો હતો. ગાંધીધામ મધ્ય નૂતન લોહાણા મહાજન વાડી, ભારતનગર ખાતે તારીખ 25ના બુધવારે 107મો ભવ્ય નેત્ર યજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આંખોની તપાસ કરાવી લાભ લીધો હતો. આ નેત્ર યજ્ઞ પૂજ્ય શ્રી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ, રઘુવંશી જલારામ સેવા ટ્રસ્ટ, ગાંધીધામ લોહાણા મહાજન તથા પુનિત સેવા સંસ્થાના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. સ્વ. નવનીતભાઈ હરગોવિંદદાસ આચાર્યની શ્રુતિમાં યોજાયેલ આ સેવાયજ્ઞમાં લોકો માટે મફત આંખોની તપાસ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં માનવ સેવા અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ખાસ કરીને સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવા નેત્ર યજ્ઞો ખૂબ જ રાહતરૂપ સાબિત થાય છે. કાર્યક્રમમાં અનેક આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બીનાબેન પટેલ, અર્ચનાબેન અગ્રવાલ, પરિંદાબેન પંડ્યા, ગૌરીબેન કારિયા, સાવિત્રીબેન માણેક, જલ્પાબેન અને હંસાબેન હાલાણી ખાસ હાજર રહ્યા હતા અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત વર્ષથી કાશ્મીરાબેન આચાર્ય અને તેમના પુત્ર રશેષ આચાર્ય દ્વારા આ નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમની આ સેવાભાવી પહેલ સ્વ. નવનીતભાઈ હરગોવિંદદાસ આચાર્યને સાચા અર્થમાં ઉત્તમ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આવા સેવાકીય કાર્યો સમાજમાં નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે અને માનવ સેવા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.

અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર

પ્રકાશિત નિતેશ ગોર ભુજ

Related posts

ઢોરીના દિલીપ આહિરની આત્મહત્યા અને હની ટ્રેપ મામલામાં છ મહિનાથી ફરાર અંજારના એડવોકેટ આકાશ મકવાણાની ધરપકડ

Kutch Kanoon And Crime

માધાપર ખાતેથી ટેસ્ટ દ્રાઈવના બહાને ફોરર્ચ્યુનર કાર હંકારી જનાર ભગવાધારી મુન્દ્રાના પત્રીનો પ્રદીપ પોપટલાલ શાહ નીકળ્યો

કચ્છને વાવાઝોડાની તારાજીમાંથી બહાર લાવવા અદાણી જૂથ દ્વારા પ્રયાસો

Leave a comment