Kutch Kanoon And Crime
IndiaSpecial Story

ડોમ્બિવાલી વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં જાગૃતિ કાર્યક્રમ : વિદ્યાર્થીઓ અને જનતાને સાયબર ફ્રોડથી બચવા માર્ગદર્શન અપાયું…

ડોમ્બીવલી, મહારાષ્ટ્રના વિષ્ણુનગર પોલીસ સ્ટેશન ખાતે 29 નવેમ્બરના રોજ સાયબર સુરક્ષા અને ફ્રોડથી બચવા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક જનતા અને પોલીસ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંબોધન વરિષ્ઠ પોલીસ નિરિક્ષક રામ ચોપડી સાહેબે કર્યું હતું. તેમણે નાગરિકોને આજના ડિજિટલ યુગમાં વધતા ઓનલાઈન છેતરપિંડી, OTP ફ્રોડ, KYC અપડેટના નામે ઠગાઈ, બેંક ફિશિંગ જેવી ઘટનાઓથી સતર્ક રહેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. મોબાઈલ અને સોશિયલ મીડિયા મારફતે થતા ચીટિંગના સામાન્ય ઉપાયો તથા તેનાથી બચવાના સરળ પગલાં અંગે વિગતવાર સમજણ આપી હતી. પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી કે અજાણી લિંક પર ક્લિક ન કરવું, કોઈપણ અજાણ્યા વ્યક્તિને OTP કે બેંકની વિગતો ન આપવી, તેમજ શંકાસ્પદ કોલ મળે તો તરત પોલીસને જાણ કરવી. વિદ્યાર્થીઓને ખાસ કરીને ઓનલાઈન ગેમિંગ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ફ્રોડ અને રીલ્સ દ્વારા થતા પ્રલોભનો અંગે સાવચેત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ મિત્રોએ ગણપતિ વિસર્જન અને નવરાત્રી વિસર્જન દરમિયાન આપેલી સેવાઓ માટે તેમને સન્માન પત્ર પણ અર્પણ કરવામાં આવ્યા હતા. સમાજમાં સુરક્ષા જાગૃતિ વધારવા માટે પોલીસ જનતા સહયોગ સમયની જરૂરિયાત હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ સમગ્ર જાગૃતિ કાર્યક્રમનું આયોજન અને માહિતી ડોમ્બીવલીના વિષ્ણુનગર પોલીસ મિત્ર સૂર્યકાંત જોશી દ્વારા આપવામાં આવી.

અહેવાલ પ્રતિનિધિ જૈમિનિ ગોર દ્વારા

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ

Related posts

જૈન સાધુ ભગવંતો દ્વારા કચ્છ કાનુન એન્ડ ક્રાઈમ મેગેઝીન અને K. K. C. ન્યુઝ ચેનલને અભિનંદન અપાયા

Kutch Kanoon And Crime

કચ્છ કલ્પતરુ પ્રોડ્યુસર કંપની તથા સહેલી મહિલા ગૃહ ઉદ્યોગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી એગ્રી મોલનો શુભારંભ કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

કાઉન્સિલરની હવામાં ફરતા મેડિકલ સ્ટોરના ત્રણે જણાની પશ્ચિમ ક્ચ્છ ભુજની વીરાંગના ટિમે હવા કાઢી નાખી…

Kutch Kanoon And Crime

Leave a comment