Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ : 40 હજારની લાંચ લેતા ગ્રામ સેવક ઝડપાયો…

ભુજ તાલુકા પંચાયત, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)નો ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ 40 હજારની લાંચ લેતા ACBની ટીમને હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત) વિશાલ ભરતભાઈ જોષી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ ફરીયાદીએ પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓને મકાન બનાવવા સારૂ મળવાપાત્ર સહાયની અરજી ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરી હતી. જે અરજી બાબતે ફરિયાદીએ આરોપી વિશાલ ભરતભાઈ જોષી, ટેકનીકલ આસીસ્ટન્ટને રૂબરૂ મળતા તેઓએ આ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા સારૂ 40 હજારની લાંચની માંગણી કરી હતી. ઉપરાંત આ ગેરકાયદેસર લાંચની રકમ બાબતે વિશાલ જોષીએ દર્શન વિષ્ણુભાઈ પટેલ (ગ્રામ સેવક)ને મળવા જણાવ્યું હતું. બીજી તરફ ફરિયાદી ગેરકાયદેસર લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેઓએ ભુજ ACBનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપી હતી. જેને આધારે તાલુકા પંચાયત કચેરી, ભુજ ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આરોપી વિશાલ જોષીએ ફરિયાદીને ફોન પર દર્શન પટેલને મળી આ લાંચની રકમ આપી દેવા જણાવ્યું હતું. જેમાં દર્શન પટેલ લાંચના છટકા દરમિયાન 40,000 આરોપી વિશાલ જોષી વતી સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.

પ્રકાશિત – નિતેશ ગોર 9825842334

Related posts

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના સઘન પ્રયત્નોથી ગાંધીધામનો યુવાન નાજુક હાલતમાથી બહાર

Kutch Kanoon And Crime

અંજાર પોલીસની સુંદર કામગીરી જુગારનો કેશ શોધી કાઢયો

અંજાર પોલીસે 29,53,900/- મુદામાલ સાથે દારૂ અને ચોખા ઝડપ્યા

Leave a comment