Kutch Kanoon And Crime
BhachauGujaratKutch

ભચાઉ નગરનાં રહેઠાણ વિસ્તાર અને ચારેય તરફ ધમધમતા એરીઆ વચ્ચે ફટાકડા બજારને મંજુરી આપનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુવાત કરાઈ…

ભચાઉમાં અમુક ચોક્કસ જગ્યાએ ફટાકડાનો ખાનગી રાહે વેપલો ચાલુ છે. અમોને મળેલી ખાનગી જાણકારી તથા વિડિયો ફૂટેજને આધારે કોઈ જ મંજુરી કે સુરક્ષાના ધારાધોરણોનું પાલન કર્યા વિના ફટાકડાને ખાનગી રીતે મનફાવે એમ ખાસ તો રાત્રીના વેચાણ કરી રહેલ છતાં આ વેપારીના ફટાકડા જ્યાં રાખેલ છે એ ગોડાઉન પણ જાહેર જનતાના રહેણાંક વિસ્તારમાં આવેલા છે, આ વેપારી દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ નાના વેપારીઓને વેચાણ માટે સાથે રાખી ભચાઉ નગરની વચોવચ એક વિશાળ ફટાકડા બજાર ઉભી કરવામાં આવી છે. આ બજાર ગામની ભીડભાડથી દૂર, રહેણાંક વિસ્તારથી દૂર, દવાખાનાથી દૂર બને એવી અમોએ લેખિત રજૂઆત ભચાઉ મામલતદાર, નાયબ કલેકટરશ્રી, પીઆઈ શ્રીને કરેલી છે. અમોએ અગાઉ ગુજરાતમાં અધિકારીઓ અને ધંધાદારીઓની મિલીભગતથી સસ્તા મનોરંજનની લાયમાં નિર્દોષ લોકોના ભોગ બનવા ના રાજકોટ ગેમિંગ ઝોન જેવા બનાવો ભચાઉ નગરમાં ન બને એ બાબતે સતર્ક કરેલા. છતા આ ભયંકર વિસ્ફોટ ફટાકડા બજાર ભચાઉ નગરની મધ્યમાં અધિકારીઓની મંજુરીથી બની રહી છે. જેથી ભવિષ્યમાં જો કોઈ કારણસર આ સ્થળે આગ કે અન્ય કોઈ પણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો આ બનાવ માટે ભચાઉ નાયબ કલેકટરશ્રી, મામલતદારશ્રી તથા ભચાઉ પીઆઈશ્રીને જવાબદાર ગણાવી કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે અમો ભચાઉ નગરના જાગૃત નાગરિકો દ્વારા તંત્રનું ધ્યાન દોરેલ છે. તથા આ બાબતે કચ્છ કલેકટરશ્રીને આગામી દિવસોમાં આવેદનપત્ર આપી અમો જાહેરનામાનુ ભંગ ન થાય એ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અધિકારીઓની બેદરકારીથી ગુજરાતમાં આવી મંજુરીઓ આપવામાં આવે છે જેને ગંભીરતાથી ધ્યાનમાં રાખવા આવે તેમ આવેદનપત્ર દ્વારા ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ

મનજીભાઈ આર.રાઠોડ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

અહેવાલ : અલ્પેશ પ્રજાપતિ ભચાઉ

પ્રકાશિત નિતેશ : 9825842334

Related posts

અબડાસા : નદી પર બનનાર કોઝ વે’ ના 5 કરોડ 40 લાખ દોઢ મહિનામાં ઓછા લાગ્યા..!!? ધારાસભ્ય અંધારામાં..!!?

Kutch Kanoon And Crime

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવશે

Kutch Kanoon And Crime

સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયા બાદ હાથ ધરાયેલી તપાસમાં મનફરાના શખ્સો ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment