Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

બળદિયા લેવા પટેલ સમાજના અગ્રણી અને જાગૃત નાગરિક કલ્યાણ જેસાણીનું અચાનક નિધન થતા શોકની લાગણી ફેલાઈ…

બળદિયા લેવા પટેલ સમાજના અગ્રણી સેવાભાવી અને જાગૃત નાગરિક એવા કલ્યાણભાઈ લાલજીભાઈ જેસાણીનું તાજેતરમાં ટૂંકી માંદગી બાદ નિધન થતા પટેલ ચોવીસીના ગામોમાં શોકની લાગણી ફેલાય છે. સદગત કલ્યાણભાઈ જેસાણી એક જાગૃત નાગરિક તરીકે બળદિયા અને આસપાસના ગામોમાં પ્રચલિત થયા હતા. કલ્યાણભાઈ ખાસ કરીને સ્થાનિક રહેતા લેવા પટેલ સમાજના પરિવારો અને વિદેશ રહેતા લેવા પટેલ સમાજના પરિવારો વચ્ચે કડી બન્યા હતા. વિદેશમાં વર્ષો સુધી રહ્યા બાદ સદગત કલ્યાણભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી બળદિયા પોતાના વતનમાં સ્થાયી થયા હતા. સદગત સમાજમાં દાતા તરીકે પણ ખૂબ મોટું નામ ધરાવતા હતા. તેઓના સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે જેઓ વિદેશ વસવાટ કરે છે. કલ્યાણભાઈ જેશાણી લોકોની, અબોલા જીવોની સેવા માટે હર હંમેશા આગળ આવતા હતા. સ્વર્ગસ્થ કલ્યાણ જેશાણીના પરિવારમાં માંતા-પિતા સ્વર્ગસ્થ કાનબાઈ લાલજી જાદવા જેશાણી, ધર્મપત્ની ધનબાઈ કલ્યાણ જેશાણી, મંજુબેન લાખાણી, પ્રવીણ અને વિજય જેશાણીના પિતાજી, કલ્યાણ લાખાણી, મૂકતા જેશાણી અને દીક્ષિત જેશાણીના સસરા, મિહિર, અંકિત, પ્રણવ અને રાહિલના દાદા તેમજ ટ્વિંકલ અને મિથીકના નાના થતા હતા. તેઓ શિવજીભાઈ, નારણભાઈ રવજીભાઈ અને નીતાબેન કાંતિભાઈ કેરાઈના ભાઈ થતા હતા. તેઓના અચાનક નિધનથી સમાજ અને મિત્રવર્તુળમાં શોકની લાંગણી ફેલાઈ છે. સ્વર્ગસ્થ કલ્યાણ જેશાણી છેલ્લા ઘણા વર્ષોથી કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝ ગ્રુપ સેવાના માધ્યમથી સાથે સંકળાયેલા હતા.

(અહેવાલ દેવચંદ્ર મકવાણા – બળદિયા)
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભારતના દબાણ હેઠળ, પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને ધરપકડમાંથી મુક્ત કર્યા…

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસમાં આરોપી ભરત રાવલને સામખ્યાળી સુધી મૂકવા ગયેલ યુવાન બાઈક સાથે પકડાયો

Kutch Kanoon And Crime

ધ્રાંગધ્રાના રણમા ફસાયેલા લોકોને આડેસર પોલીસે બહાર કાઢ્યા…

Leave a comment