Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratSpecial Story

કચ્છી ભાષામાં મતદાન જાગૃતિ માટેની અપીલ કરનારા માન. શ્રી અમિત અરોરા સાહેબ જે તે સમય રાજકોટમાં એક અપીલ કરી હોત તો, નિર્દોષ લોકો બચી ગયા હોત…

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નીકાંડ સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચાવી નાખ્યો છે. સમગ્ર ગુજરાતના સ્થાનિક તંત્ર સામે ફિટકાર વરસી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓ, નેતાઓ, મોઢું સંતાડી ભાગી રહ્યા છે. સમાચાર પત્રો, ન્યૂઝ ચેનલોમાં આક્રોશ સાથે તંત્ર નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જીવ ગુમાવનારાઓના સગા વ્હાલાઓને ન્યાય મળે તેવી અપીલ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની કડક સૂચના અને ગૃહ મંત્રી, પોલીસ મહાનિર્દેશકની દેખ રેખ હેઠળ SIT’ની રચના પણ કરી દેવામાં આવી છે. એક પછી એક IAS-IPS અધિકારીઓને સમન્સ પાઠવી પૂછ પરછ હાથ ધરવામાં આવી રહી છે. જે તે સમયે મોજ શોખ માટે અથવા તો કોઈ પાર્ટી અટેન્ડ કરવા માટે પોતાની ફરજ પડખે રાખી ફક્ત અને ફક્ત શુભેચ્છા આપવા માટે TRP ગેમ ઝોનમાં ગયેલા IAS-IPS અધિકારીઓ જેઓને એક પછી એક સમન્સના આધારે પૂછતાછ કરવામાં આવસે તેવું SIT’ના વડા સુભાષ ત્રિવેદીએ મીડિયા સમક્ષ કહ્યું છે. હવે વાત કરવાની છે કે, જે તે સમયે જે જે અધિકારીઓએ જો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નીભાવી હોત તો કદાચ આટલા બધા નિર્દોષો અહી ભોગ ન બન્યા હોત. અહી વાત કરવામાં આવી રહી છે જે તે સમયના રાજકોટ મ્યુનિસિપલ કમિશનર જે હાલ કચ્છ કલેકટર છે તેઓનું મતદાન જાગૃતિ માટેનું કચ્છી ભાષામાં એક વિડીઓ વાયરલ થયું હતું. સારી વાત છે તેઓ આટલા સજાગ અને સતર્ક છે એક એક બાબતે પ્રજા જાગૃતિ માટે આગળ આવતા હોય છે. તેઓ પાસે મીડિયાના માધ્યમથી લોકોએ જાણવાનું પ્રયત્ન કર્યું છે કે, જો કચ્છ કલેકટર માન. શ્રી અમિત અરોરા સાહેબ મતદાન જાગૃતિ માટેની અપીલ કચ્છી ભાષામાં કરતા હોય અને એવા લોકહિતના અનેક કાર્યો માટે અપીલ કરતા હોય તો જે તે સમયે રાજકોટ ખાતે કેમ અપીલ ન કરી શક્યા..!? તેઓ તો IAS અધિકારી છે તેઓને તો સમગ્ર બાબતે વાકેફ રહેવું જોઈયે. તેઓને તાત્કાલિક ધ્યાનમાં આવવું જોઈયે કે સત્ય શું છે તેવું લોકો કહી રહ્યા છે. લોકો હાથ જોડીને રડતી આંખે એવું પણ કહ્યું છે કે માન. શ્રી અમિત અરોરા સાહેબ આપ કચ્છીમાં મતદાન માટેની ફરજ સમજી લોક જાગૃતિ માટેની અપીલ કરી હતી તો થોડું વિચારીને જે તે સમયે જ્યારે આપ રાજકોટ મ્યુનિસીપલ કમિશનર હતા ત્યારે એક અપીલ અથવા કાર્યવાહી કરી લીધી હોત તો….

થોડું વિચારજો શ્રી અમીર અરોરા સાહેબ…
અમારા વ્હાલસોયા બાળકો જેઓએ જીવન પણ નથી જોયું, અમારા ભાઈઓ, અમારી બહેનો, અમારા ઘર પરિવારના મોભીઓએ વગર વાંકે જીવ ખોયો છે…
કદાચ શ્રી અમિત અરોરા સાહેબ તમને તમારી આત્માથી અવાજ આવસે કે તમે શું કરી રહ્યા હતા ત્યારે જ્યારે તમારા હાથમાં ગુલદસ્તો હતો… અને તેમને તમારી IAS’ની ફરજ સમજી એક અપીલ પણ ન કરી…

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અદાણી ફાઉન્ડેશનના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતિ ઉજવામાં આવી

Kutch Kanoon And Crime

ચરસના પેકેટો પાછળ પણ તોડ થઈ જાય છે..? : સૂત્રો

Kutch Kanoon And Crime

ભારતદેશે એથ્લેટીકસમાં 100 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યું

Kutch Kanoon And Crime

Leave a comment