ગાંધીધામ ખાતે આગામી 24મી ડિસેમ્બર 25 સભ્યો માટે યોજાનાર ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણી તટસ્થ અને તંદુરસ્ત હરીફાઈ પ્રમાણેની પ્રણાલીકા પ્રમાણે યોજાય તેવી માંગણી વ્યક્ત કરાય છે ગાંધીધામ વિસ્તારના અગ્રણી અને વ્યવસાય એડવોકેટ સમીપ જોશી દ્વારા ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને રાજકીય અખાડો ન બનાવવા અને બિલકુલ તટસ્થ અને તંદુરસ્ત લોકશાહી પ્રમાણેની હરીફાઈથી ચૂંટણી યોજાય તેવી માંગણી કરાઈ છે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણીને લઈને સમીપ જોશીએ જણાવ્યું હતું કે અમુક રાજકીય પક્ષો આ ચૂંટણીમાં પગ પેસારો કરવા લાગ્યા છે ચેમ્બર્સ ઓફ કોમર્સએ સંપૂર્ણ વ્યાપારિક સંસ્થા છે તેમાં ક્યારે પણ કોઈ રાજકીય હુસાતુસી હોવી ન જોઈએ, તેમ જણાવતા સમીપ જોશીએ રાજકારણથી દૂર રહી આ ચૂંટણીમાં ઉમેદવારીનો દાવો કરનારા ઉમેદવારો પ્રચાર કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. વ્યાપારિક સંસ્થામાં અલગ અલગ રાજકીય પક્ષોની વિચારધારા ધરાવનારા લોકો હોય છે પરંતુ આ એક વ્યાપારિક સંસ્થા છે જેમાં રાજકારણ ન હોવું જોઈએ તોજ સંસ્થાની તટસ્થતા જળવાઈ રહેશે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334