વાવાઝોડાની આશંકાના પગલે ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા બાદ પાલતુ પ્રાણીઓ એટલે કે ગાયો ભેંસો વગેરે નિરાધાર બની જતા, કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થતા સેવાભાવી તેજાભાઈ કાનગડ સહિતના અગ્રણીઓ આગળ આવ્યા…
સંભવિત વાવાઝોડાની ભયાનક આશંકાના પગલે ગઈકાલે કંડલા પોર્ટ ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને ઝુપડપટી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા બાદ આ વિસ્તારમાં રહેતા લોકોના પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, બકરી વગેરે નિરાધાર બની ગયા હતા. આ અંગે કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝ ચેનલમાં સતસ્વીર અહેવાલ પ્રસારિત થતા અનેક સેવાભાવીઆેના હૃદય દ્રવી ઊઠ્યા હતા અને સૌ પ્રથમ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ ચેમ્બર્સ ઓફ કોમર્સના માધ્યમથી આગળ આવ્યા હતા અને આ વિસ્તારમાં નિરાધાર છોડી દેવાયેલ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. એ રીતે અહીં નોંધારા છોડી દેવાયેલ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થતા અબોલા જીવોના જીવમાં જીવ આવ્યો છે હજુ આ વિસ્તારમાં કુતરાઓ બિલાડા ઉપરાંત બકરીઓ પણ નિરાધાર હાલતમાં જોવા મળે છે તેમના માટે પણ જીવદયા પ્રેમીઓ આગળ આવે એવી લાગણી વ્યક્ત થઈ રહી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334