Kutch Kanoon And Crime
Breaking NewsBhujGujaratKutchSpecial Story

વિચાર તો કરો RTO અધિકારી પેસેન્જર છકડામાં બેસીને શેખપીરથી ભુજ કચેરીએ આવ્યા…!?

અધિકારીઓનો “મોરલ” તોડવા કે પછી “વટ” બતાવવા RTO ઈન્સ્પેકટરો પર અરજદારના નામ જોગ પોલીસમાં અરજી રૂપે ફરિયાદ કરાઈ..!? એક સવાલ ઊભો થયો છે સરકારી અધિકારીઓ અને અરજદારો પર

છેલ્લા થોડા સમયથી પશ્ચિમ કચ્છ RTO કચેરીમાં વિવાદ શરૂ થઈ ગયો છે. વાત એમ કહેવા જઈ રહ્યા છીએ કે, વિવાદ છેડવામાં આવ્યો છે કે પછી કોઈ ફક્ત અને ફ્કત RTO કચેરીના અધિકારીઓ પાછળ હાથ ધોઈને પડી ગયું છે..!? જે હોય તે ટૂંક સમયમાં સત્ય સામે આવી જસે બાકી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છેજ તમે પણ જાણો છો અને અમે પણ જાણીએ છીએ, લાંચ લેવી ગુન્હો બને છે તો ACB કચેરી પણ આવેલી છે અહી લાંચ માંગનાર સામે બંધ કવરમાં ફરિયાદ પણ થાય છે. તેમ છતાં અનેક લોકો લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જાય છે. જોવા જઈએ અને પાચન ન કરી શકાય એવા કડવા સત્યની જો વાત કરીએ તો ભારતમાં 90% ટકાથી વધુ સરકારી અધિકારી, કર્મચારીઓ કે મીડિયા મિત્રો (હક થી કે, હઠ થી) “શુભેચ્છા” લઈ જ લેતા હોય છે ભલે એ “શુભેચ્છા” લાંચ ન ગણાય એ હું, તમે અને આપણે સૌ જાણીએ છીએ. હવે મુખ્ય વાત પર આવી જઈએ તો હાલ થોડા સમયથી પશ્ચિમ કચ્છ RTO કચેરીમાં વિવાદ જોવા મળી રહ્યો છે. કોઈને કોઈ બાબત કે મુદ્દા પર પશ્ચિમ કચ્છ RTO કચેરીને વિવાદમાં કોઈ તો રાખવા માંગે જ છે. જેનું કારણ શું છે તે ટૂંક સમયમાં સત્ય બહાર આવી જસે, પણ વાત એમ છે કે, ફક્ત અને ફક્ત પશ્ચિમ કચ્છ RTO કચેરી જ વિવાદમાં શું કામ..? ભ્રષ્ટાચાર તો અનેક સરકારી કચેરીઓમાં થઈ રહ્યો છે, તો ફક્ત અને ફક્ત પશ્ચિમ કચ્છ RTO કચેરીને જ કેમ ઘેરવામાં આવે છે..? સવાલ તો થાય છે કેમ કે કોઈ એકલ દોકલની લડાઈ નથી આ, અહી અધિકારીઓ અને જેને વચેટિયો બનવાનું શોખ જાગ્યું છે તેઓની લડાઈ છે..!? જેના કારણે કચેરીમાં વિવાદ છેડાઈ ગયો છે. અહી “મોભા” માટે દિવસ ઉગેને સોશિયલ મીડિયામાં સીધી કે આડકતરી રીતે પશ્ચિમ કચ્છ RTO કચેરી વિવાદને સોશિયલ મીડિયામાં હેડલાઇન્સ બનાવી દેવાય છે..!? હાલ સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો છે જેનું પોસ્ટમોર્ટમ થવું જરૂરી છે. જે લેટરમાં લખાયેલું છે, એના જે શબ્દો છે, તેને વાંચતા ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે, કોઈ તો છે અદ્રશ્ય શકતી જે ફક્ત અને ફક્ત પશ્ચિમ કચ્છ RTO કચેરીમાં કાં તો કંઈક “સેટ” કરવા માંગે છે અથવા પોતાનો “વટ” પાડવા માંગે છે, જે હોય તે વાયરલ થયેલા લેટરના શબ્દો અહી લેટરમાં પ્રસ્તુત છે.

(1) હવે આ શબ્દોનું વાંચન અને સમજમાં એમ ઉપસી આવે છે કે, પશ્ચિમ કચ્છ RTO અધિકારી શું શેખપીરથી છકડામાં બેસીને આવે ખરા..!? હા કદાચ તે પ્રમાણિક ઈન્સ્પેકટરો હોય, સાયદ (ઈમાનદાર પણ હોય અને પોતા પાસે કોઈ સરકારી કે પર્સનલ વાહનની વ્યવસ્થા ન હોય તો) કેમ કે ભ્રષ્ટ અધિકારીઓ પાસે તો સરકારી અથવા પોતાના વાહનો હોય જ, અથવા તેમના મળતિયાઓને બોલાવી લે, એટલે આ બે RTO ઈન્સ્પેકટરો અધિકારી પ્રમાણિક છે તેમ કદાચ સમજી શકાય..!?

(2) બીજું સવાલ, અગર અધિકારીઓ પ્રમાણિક હોય, તો પચાસ સો રૂપિયા ભાડું છકડા ચાલકને કેમ ન આપી શક્યા…!?

(3) છકડામાં બેઠેલી ત્રણ મહિલાઓને છકડા ચાલકે ક્યા ઉતારી..!? તે મહિલાઓનું સાક્ષી તરીકે (અગર ફરિયાદ થાય તો) ઉલ્લેખ કરાશે..!?

(4) ફરિયાદ રૂપી અરજદાર રમેશ કાનજીભાઈ રાઠોડે એવું લખ્યું છે કે, RTO ઇન્સ્પેકટરોને મે મારા છકડા GJ 12 AZ 8080 માં શેખપીરથી તારીખ 8/3/23ના સવારના 11 વાગ્યેથી 11 : 30 ના સમયગાળામાં બેસડ્યા હતા અને તેઓને હું એટલે કે અરજદાર રમેશ કાનજી રાઠોડ ભુજ RTO કચેરી પાસે ઉતાર્યું હતું ત્યારે  ભાડાની માંગણી કરતા ત્યાં રકજક થઈ હતી. હવે સવાલ, ત્રણ મહિલાઓ પણ છકડામાં બેઠી હતી, એ ક્યાંથી બેઠી હતી..? તો ત્રણ મહિલાઓ અને બે RTO ઈન્સ્પેકટરો ટોટલ પાંચ જણા, કઈ રીતે અને છકડામાં કઈ સીટો પર બેઠા હસે..!?

(5) પશ્ચિમ કચ્છ પોલીસ વડાને સીધુ નામ જોગ તેમજ બોર્ડર રેન્જ IG, કચ્છ કલેકટરશ્રી, મુખ્ય વાહન વ્યવહાર કમિશ્નરશ્રી અને પ્રાદેશિક વાહન વ્યવહાર ભુજના  નામ જોગ ચાર અધિકારીઓને નકલ રવાના સાથે લખાયેલી અરજી રૂપે લેટરમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે પણ જેમ અરજીમાં ઉલ્લેખ કરાયેલું છે તેને સમજીએ તો આટલું સરળ અને એક અધિકારીને પરફેક્ટ સ્થાન પર નકલ રવાના..!? બાત મે દમ હૈ બેટા..!? ચાલો સમજી લઈએ કે કોઈ મિત્રોએ અરજી લખવા કે અધિકારીઓને એડ્રેસ સુધી પહોચાડવા મદદ કરી હસે, હવે આ ફરિયાદ રૂપી લેટરની તપાસ તો થવી જ જોઈયે, કેમ કે એક બાજુ “વટ” અને બીજી બાજુ અધિકારીઓનો “મોરલ” ટુટવાની વાતો સામે આવી છે.

નોંધ : અમારા માધ્યમથી કોઈને પણ સમર્થન નથી અપાયું, કે અરજદારે કરેલી અરજી ખોટી છે કે અધિકારીઓ ખોટા છે એવું ક્યાંય ઉલ્લેખ નથી, અહી ફ્કત અને ફક્ત સત્ય બહાર આવે તે દિશામાં તપાસ થાય તેવો અમારો ધ્યેય છે. અમારો પ્રયાસ એટલો જ છે કે, પોલીસ વડાને કચેરીએ અપાયેલ અરજી રૂપી ફરિયાદનું લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લેટરનું પોસ્ટ મોર્ટમ થાય તોજ સત્ય બહાર આવસે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગઢસીસા ગામે વૃદ્ધાની હત્યા કરી નાસી જનાર આરોપી ડોમ્બીવલીથી ઝડપાયો…?

Kutch Kanoon And Crime

પૂર્વ કચ્છ અંજાર પોલીસે અખાધ સડેલો ગોળ 1,27,500/- નો મુદ્દામાલ પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

રાતોરાત કરોડપતિ બનવા તોડ કરતા ફોલ્ડરિયા પ્રતિનિધિ સહિત તંત્રીની પણ ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment