Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

કોઠારા ગામે કૂવામાંથી મળેલી યુવાનની લાશમાં હત્યાનો પર્દાફાશ થયો

અબડાસાના કોઠારા ગામ સપ્તાહ અગાઉ એક યુવાનને કૂવામાંથી લાશ મળી આવ્યા બાદ આ ઘટના શંકાસ્પદ જણાતા કોઠારા પી.એસ.આઇ., વાય. પી. જાડેજાઅે ઊંડી તપાસ હાથ ધરતા આખરે શંકા સાચી ઠરી હતી. સંબંધિત મરણ જનાર રાજેશ જોગી નામના યુવાનની કૂવામાં ધક્કો મારીને ઠંડે કલેજે હત્યા કરી દેવાઈ હતી આ મામલે ગામના કનૈયા દામજી જોગી નામના યુવકની ઘનિષ્ઠ પૂછપરછ બાદ આખરે તેણે આ ગુનો કબૂલી લેતા તેની વિધિવત રીતે ધરપકડ કરાઈ છે આરોપીની પૂછપરછમાં બનાવના દિવસે બંને મિત્રો કોઈ બાબતે વાતો કરતા કરતા ત્યાંથી લાશ મળી તે કુવા પાસે પહોંચ્યા બાદ આરોપી કનૈયાએ રાજેશ ને કૂવામાં ધકેલી પોતાના ઘરે ચાલ્યો ગયો હતો આ તરફ કૂવામાં પડી ગયેલા રાજેશ તરફડીયા મારતો મારતો મોતને ભેટ્યો હતો. કોઠારા ફોજદાર વાય.પી. જાડેજાએ મરણ જનારના કાકાની ફરિયાદના આધારે આરોપી સામે હત્યાની કલમ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ અબડાસા પ્રતિનિધિ

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લેતા પૂર્વ કચ્છ SP પરીક્ષિતા રાઠોડ

Kutch Kanoon And Crime

કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત…

Kutch Kanoon And Crime

કચ્છમાંથી વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને ફરીથી ત્રીજી ટર્મ માટે પસંદ કરાયા

Kutch Kanoon And Crime

Leave a comment