Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવી ગયેલા અને એક સમયે ગુજરાતના ડોન લતીફના ઘર સુધી પહોંચનાર એ.કે. જાડેજાનું નિધન

કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈજી તરીકે ભુજ ખાતે ફરજ બજાવી ગયેલા અને ગુજરાત પોલીસના એક નિષ્ઠાવાન અને જાંબાજ અધિકારી શ્રી એ કે જાડેજાનુ નિધન થતા ગુજરાતના ક્ષત્રિય સમાજ સહિત પોલીસ પ્રશાસન માં પણ શોકની લાગણી ફરી વળી છે શ્રી જાડેજા પોલીસ ખાતામા નિવૃત થઈ ચૂક્યા હતા છતાં પોલીસ ખાતામાં એવો નિષ્ઠાવાન અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા. નિવૃત્ત આઇપીએસ અધિકારી શ્રી એ.કે. જાડેજાનું નિધન થતાં ક્ષત્રિય સમાજે એક આગેવાન ગુમાવ્યો છે પોતાના બળ ઉપર ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાઈને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી સીધા Dysp બનેલા અને ત્યારબાદ IPS થઈને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવીને IG કક્ષાએ પહોંચેલા અને કચ્છ બનાસકાંઠા બોર્ડર IG તરીકે ફરજ બજાવીને સેવા નિવૃત્ત થયેલા એ.કે. જાડેજા ગુજરાત પોલીસની ATS બ્રાંચમાં જોડાઈને એક સમયે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં માથું ઊંચકીને ગુજરાતના ડોન બનેલા લતીફના ઘર સુધી પહોંચનાર અને લતીફને ધોળા દિવસે કાયદાના તારા બતાવી દેનાર એકમાત્ર ઓફિસર હતા જેમના અવાજ માત્રથી લતીફના પગ નીચેની ધરતી ખસી જતી હતી. શ્રી એ.કે. જાડેજાના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા કચ્છમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

રાપરના લાકડા વાંઢ ગામે પરિણીત પ્રેમી યુવાનની કરપીણ હત્યા અપરણિત પ્રેમિકાની રહસ્યમય આત્મહત્યા

ગાંધીધામમાં યુવાનને પરાણે પ્રીત કરવી મોંગી પડી… જીવથી હાથ ધોવા પડ્યા…

Kutch Kanoon And Crime

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસમાં આરોપી ભરત રાવલને સામખ્યાળી સુધી મૂકવા ગયેલ યુવાન બાઈક સાથે પકડાયો

Kutch Kanoon And Crime

Leave a comment