Kutch Kanoon And Crime
GujaratIndiaKutchMundraSpecial Story

યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા સંચાલિત વલ્લભ વિદ્યાલય (મુન્દ્રા) ખાતે અદાણી પોર્ટસ એન્ડ સેઝ મુન્દ્રાનાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી રક્ષિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

મુન્દ્રામાં પરપ્રાંતીય મજુરોનાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેમજ તેઓને ગુણવતાસભર શિક્ષણ મળી રહે તે હેતુસર કાર્યરત યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા સંચાલિત વલ્લભ વિદ્યાલય (મુન્દ્રા) ખાતે અદાણી પોર્ટસ એન્ડ સેઝ, મુન્દ્રાનાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી રક્ષિતભાઈ શાહ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રક્ષિતભાઈ શાહ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે કેક કટિંગ કર્યું હતું તેમજ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને અદાણી ફાઉન્ડેશન બાળકોનાં અભ્યાસ માટે મદદ કરવા હમેશ તત્પર છે તેવું જણાવ્યું હતું.

આ પ્રસંગે શાળાનાં બાળકોએ પોતાના દ્વારા બર્થ ડે કાર્ડ બનાવી રક્ષિતભાઈ શાહને આપી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સંગીની લેડીઝ ક્લબ (સમુન્દ્ર ટાઉનશીપ – મુન્દ્રા)ની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને શાળાને રૂ.૫૫૦૦૦ નું ડોનેશન આપ્યું હતું તેમજ ક્લબનાં શુભાબેન સક્સેનાએ બાળકોનાં અભ્યાસ માટે હજી પણ મદદ કરવાની તત્પરતા દર્શાવી હતી. જો દરેક લોકો આવી રીતે મદદ કરે તો એક પણ બાળક શિક્ષણથી વંચિત નહિ રહે. ઉલ્લખનીય છે કે અદાણી ફાઉન્ડેશન દ્વારા શાળાને હંમેશા મદદ મળતી રહે છે. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન, મુન્દ્રાના યુનિટ સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહ, અદાણી ફાઉન્ડેશનનાં પ્રકાશભાઈ મકવાણા, સંગીની લેડીઝ ક્લબની સદસ્યાઓ, વલ્લભ વિદ્યાલયનાં શ્રી ધર્મેન્દ્રભાઈ, સંગીતાબેન તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

શ્રમજીવીઓએ તંત્રને મદદની અપીલ કરતા અબડાસા વિંઝાણના દાતા પરિવાર વહારે આવ્યા

Kutch Kanoon And Crime

કંડલામાં તૈનાત SRP મરીન કમાન્ડોએ આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર

Kutch Kanoon And Crime

વાગડના મનફરામાં થયેલ હત્યાના આરોપીના બીજી વખત જામીન કેન્સલ : સરકારી વકીલ ડી.બી. જોગીની દલીલ કામે લાગી

Kutch Kanoon And Crime

Leave a comment