મુન્દ્રા તાલુકાના મોટી તુંબડીના જાડેજા શીવુભાનું સુમિટોમો- ગજોડ કંપનીમાં નોકરી દરમ્યાન તે કંપનીના ઝેરી પ્રોડક્ટ અને ત્યાર બાદ કંપનીના મીજમેન્ટની બેદરકારીના લીધે દુઃખદ અવસાન થઇ જતા જેના આઘાતમાં તેમના પત્નીનું પણ અવસાન થઇ જતા
જેના ઘેરા પ્રત્યાઘાત પડતા કંપનીની બેદરકારીના વિરોધમાં ગેટ પર છેલ્લા બે દિવસથી પીડિત પરિવાર સાથે કંપનીના તમામ કામદારો અને આગેવાનો દ્વારા ધરણા કરવાંમાં આવી રહ્યા છે. તેમના બે બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટનાના સંદર્ભે વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ અને ધારાસભ્ય માંડવી – મુંદરાના સામાજિક આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કરવામાં આવતા શ્રી જાડેજાએ આ દુઃખદ ઘટનાને વખોડીને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી સાથે આ લડતમાં જયાં સુધી પીડિત પરિવારને ન્યાય ન મળે અને ભવિષ્યમાં આવી બેદરકારીના કારણે આવી ઘટના ન બને તેવી બાહેધરી ન આપે ત્યાં સુધી આ લડતને પોતાનું સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
અહેવાલ : સમીર ગોર – મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334