Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

ખીરસરા (કોઠારા)ના ગુમ થયેલા ક્ષત્રિય યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી

અબડાસા તાલુકાના કોઠારા નજીકના ખીરસરા ગામના બે દિવસથી લાપતા ક્ષત્રિય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે ગત સપ્તાહે કોઠારા ગામે સુથરીના જયેશ રાજગોર નામના વિપ્ર યુવાનની હત્યા થયાને ગણતરીના દિવસો થયા છે ત્યાં આજે વધુ એક યુવાન મિતરાજસિંહ હઠુભા જાડેજા નામના 18 વર્ષીય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા કોઠારા પોલીસ દોડતી થઇ ગઇ છે. કોઠારા પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ શ્રી જાડેજાએ પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે ખીરસરા ગામનો મિતરાજસિંહ જાડેજા નામનો યુવાન ગુમ હતો આ દરમિયાન આજે તેની લાશ મળી આવી છે મૃતક યુવાન પર જીવલેણ હુમલો કરાયો છે અને તિક્ષણ હથિયારના ઘા મારી તેની હત્યા કરાઇ હોવાનું જણાઈ આવે છે આ અંગેની વધુ તપાસ હાથ ધરાઇ છે અને લાશને પીએમ માટે ખસેડવામાં આવી છે આ ઘટનાએ કોઠારા પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. આ ઘટનાના પગલે કોઠારા પી.એસ.આઇ.ગુલાબસિંહ જાડેજા ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે પહોંચી સમગ્ર ઘટનાની છાનબીન હાથ ધરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

R.R. Cellની ઠંડી ઉડી… અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Kutch Kanoon And Crime

નફ્ફટ શિક્ષકે ભોગ બનનાર બાળાના સાથે માતાના ઘરેણાની ચોરી કરાવી હતી

Kutch Kanoon And Crime

અનલોક-1માં પૂર્વ કચ્છમાંથી 20 લાખના મુદામાલ સાથે દારૂ પકડી પાડતી એલ.સી.બી. : આરોપીઓ ગેરહાજર

Kutch Kanoon And Crime

Leave a comment