Kutch Kanoon And Crime
Breaking NewsBhujGujaratKutchSpecial Story

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ‘હિન્દુ યુવા વાહિની ભુજ’ દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ

દેવોના દેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે હિન્દુ યૂવા વાહિની-ભુજ દ્વારા ભવ્ય બાઈક રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ સંત સમાજના અધ્યક્ષ અને હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના પ્રભારી પૂ. મહંત યોગીશ્રી દેવનાથજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ બાઇક રેલીમાં ભુજ શહેરના નગરસેવકો, વિવિધ સંસ્થાના આગેવાનો, અલગ અલગ સમાજના આગેવાનો, હિન્દૂ કાર્યકરો મોટી સંખ્યામાં સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં બાઇક રેલીથી સમગ્ર ભૂજ શહેર શિવમય બની ગયું હતું અને ઠેર ઠેર જ્યાં જ્યાં બાઇક રેલી પહોંચીતી હતી ત્યાં હર હર મહાદેવના નારા ગુંજી ઉઠ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમની વિગતો હિન્દૂ યુવા વાહીની ભુજ તાલુકાના અઘ્યક્ષ હાર્દિક જોશીએ જણાવ્યું હતું કે આ બાઇક રેલીનો રૂટ ધીંગેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યો હતી અને સ્વામિનારાયણ મંદિર, ટાઉન હોલ, આકાશવાણી, જુબેલી ગ્રાઉન્ડ, જિ.ઈ.બી. રોડ, આર.ટી.ઓ સર્કલથી પરત જુબેલી સર્કલ થઈ લેવા પટેલ હોસ્પિટલ, મુન્દ્રા રીલોકેશન સાઈટ, મીરઝાપર હાઇવે, ભગવતી હોટલથી માંડવી ઓકટ્રોય થઈ મંગલમ ચાર રસ્તાથી ગાયત્રી મંદિર, ખેંગાર પાર્ક, રામધુન થઈ જૂનો એસ.ટી. બસ સ્ટેશન, રાજન શોરૂમ, ભાજપ કાર્યાલય, પી.પી.સી. કલબથી પરત ધીંગેશ્વર મહાદેવ મંદિરે આ બાઇક રેલીની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ લોહાણા મહાજનના સેવાભાવી અને અનમ ગ્રુપના માલિક પરેશ અનમની રહસ્યમય આત્મહત્યા

અંજાર ચિત્રકૂટ સર્કલથી આગળ આવેલ રાધે રિસોર્ટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે જણાના ઘટના સ્થળે મૃત્યું

Kutch Kanoon And Crime

કચ્છમાં આજે કોરોનાના 5 પોઝિટિવ કેસ સાથે GMDCના આધેડ વયના એન્જિનિયરનું મૃત્યુ થતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો

Kutch Kanoon And Crime

Leave a comment