Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

આવી તે કેવી માઠી બેઠી ક્ચ્છ પોલીસ પર : હવે ગળપાદર જેલનો આરોપી પોલિસને ચકમો આપી ફરાર થયા બાદ ભચાઉ પાસેથી પકડાયો

પોલીસ પ્રશાસનની માઠી દશા બેઠી હોય તેમ પ્રથમ ભુજ એ/ડિવિઝન પોલીસ મથકમાંથી પોસ્ટ કૌભાંડનો આરોપી નાસી ગયા બાદ ઝડપાઈ ગયો હતો ત્યારબાદ જે.આઈ.સી. માંથી ચકમો આપીને નાસી જનાર બાંગ્લાદેશી કેદી સામખિયાળી નજીક પકડાયો હતો. આ ચકચાર સમી નથી ત્યાં આજે ગળપાદર જેલમાંથી સારવાર માટે ભુજની મેન્ટલ હોસ્પિટલમાં લઇ અવાયેલો ચોરીના ગુનાનો આરોપી જોબનસિંગ જાટ પોલીસને ચકમો આપી રસ્તે પસાર થતાં એક બાઈક ચાલકને પાડી દઇ બાઇક લઇને નાસી ગયો હતો. નાસી ગયેલા આ શખ્સને પકડી પાડવા ચોમેર દોડધામના અંતે આખરે નાસી ગયેલો આરોપી ભચાઉ નજીકથી મળી આવ્યો હતો જેની સામે ભુજ બી/ડિવિઝન પોલીસ માટે ગુનો નોંધાયો છે. નોંધનીય છે કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન પોલીસને ચકમો આપી નાસી જવાની આ ત્રીજી ઘટના બની છે ત્યારે સવાલ એ થાય કે શું આરોપીઓને પોલીસ કે કાયદાની કોઈ બીક જ નથી..? ત્યારે પોલીસ પ્રશાસનની બેદરકારી છે કે કેમ આ અંગે તર્ક-વિતર્ક વહેતા થયા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સરકારી અજીબ નિયમોમાં ખાટલા/બાટલાની રામાયણમા નવરા થઈએ તો રોટલાની રામાયણ ઉભી છે..!

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ પૈકી કપિલ દેસાઈ નામનો પોલીસ કર્મી ઝડપાયો

કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા શ્રી અમિત અરોરા

Leave a comment