Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના પકડાયેલા વધુ એક આરોપી પોલીસ કર્મી કપિલ દેસાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના આરોપમાં પકડાયેલા વધુ એક આરોપી પોલીસ કર્મચારી કપિલ અમૃતભાઈ દેસાઈને અદાલતમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. અદાલતે આગામી તારીખ 9 માર્ચ બપોરના ચાર વાગ્યા સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી પોલીસ કર્મી કપિલ અમૃતભાઈ દેસાઇની ધરપકડ બાદ આજે તપાસનીશ અધિકારી જે.એન. પંચાલે આરોપીને અદાલતમાં રજુ કરી દસ દિવસની રિમાન્ડની માગણી કરી હતી જેની દલીલો અદાલતે સાભળ્યા બાદ આ આરોપીના ત્રણ દિવસના એટલે કે 9 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસનીસ અધિકારી દ્વારા આ આરોપીને રિમાન્ડ પર લઈ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાશે જેમાં આ આરોપની ભૂમિકા કેટલી છે તેમજ અન્ય ફરાર આરોપી પોલીસ કર્મચારીઓ અંગેની વિગત જાણવા પ્રયાસ કરવામાં આવશે. નોંધનિય છે કે પકડાયેલા કપિલ અમૃતભાઈ દેસાઈના ઘરમાંથી દારૂની બોટલો અને રોકડ 1.50. લાખ રોકડ મળી આવ્યા હતા જેનો કેસ તેના પર કરવામાં આવેલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે કે તેની પાસે 1.50. લાખ રોકડા ક્યાંથી આવ્યા છે.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અનલોક-2′ માં હવે મુન્દ્રા તાલુકામાં ATM લૂંટનો નિષ્ફળ પ્રયાસ

Kutch Kanoon And Crime

મોંઘવારી મુક્ત ભારત અભિયાનનો આક્રોશ હવે ગ્રામ્ય લેવલે માધાપરની ગલીઓમાં : તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા માધાપર ખાતે વિરોધ પ્રદર્શ

Kutch Kanoon And Crime

મુંદરામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ…

Kutch Kanoon And Crime

Leave a comment