Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchPoliticsSpecial Story

ભાજપના દિગ્ગજ અને નખત્રાણા વિસ્તારના ભરત સોનીએ આપ્યું રાજીનામુ

કચ્છ ભાજપના અગ્રણી અને પ્રદેશ ભાજપ ચૂંટણી ડેટા સમિતિના કન્વીનર ભરત સોનીએ આવતીકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ કચ્છ આવે તે પહેલાં જ એકાએક રાજીનામું આપતા રાજકીય ચકચાર મચી ગયું છે.

આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ કચ્છ આવી રહ્યા છે જેમાં ભુજ ખાતે વિશાળ સભાનું આયોજન કરાયું છે ત્યારે આજે કચ્છ ભાજપના અગ્રણી અને પ્રદેશ ભાજપ ચૂંટણી ડેટા સમિતિના કન્વિનર અને નખત્રાણાના ભરતભાઈ સોની એકા એક રાજીનામું ધરી દેતા રાજકીય ચકચાર મચી ગઈ છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષને સંબોધીને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું મોકલી આપનાર ભરતભાઈ સોનીએ જોકે રાજીનામું પત્રમાં માત્ર અંગત કારણો થી રાજીનામું આપી રહ્યાનું જણાવી વધુ કોઇ સ્પષ્ટતા કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર રાજીનામું પત્ર વાયરલ થતા કંઈક ગરબડ હોવાની શક્યતા નિષ્ણાતો કહી રહ્યા છે. ભરતભાઈ સોનીના રાજીનામાઅે ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે ભારે ચકચાર જાગી છે અને શ્રી સોનીના રાજીનામા બાદ નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

28 જુલાઈ ‘વિશ્વ હીપેટાઈટીસ દિવસ’ ઉજવણી કરાઇ

આર.આર.સેલની કામગીરી : ભુજ જથ્થાબંધ માર્કેટમાંથી 9,74,400/- નો ગોળનો જથ્થો ઝડપ્યો

Kutch Kanoon And Crime

લેન્સ ઓફ લેગસી” ફોટોગ્રાફી સ્પર્ધા : સર્જનાત્મકતાને મળશે નવી ઓળખ, આકર્ષક ઇનામો જીતવાની સુવર્ણ તક…

Leave a comment