મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગઢવી સમાજના ત્રણ યુવાનોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી માર માર્યાની ઘટનામાં એક યુવાનનું મોત થયા બાદ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે નોંધાયેલી હત્યાની કલમ તળે ફરિયાદની તપાસના ભાગે તત્કાલીન પી.આઇ. જે.એ. પઢીયારની બેદરકારી સાથે ભૂમિકા પણ શંકાસ્પદ બહાર આવ્યા બાદ સસ્પેન્ડ થયેલા પી.આઇ. ને પણ હત્યાના આરોપીને મદદગારીના આરોપમાં તેમની સામે પણ હત્યાની કલમ તળે ગુનો નોંધી જે.એ. પઢિયારની ધરપકડ કરી લેવાઈ છે. મુન્દ્રા પી.આઇ.માંથી જે.અસી.સી.માં બદલી કરાયા બાદ તેઓની ભૂમિકા જણાતા તેઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ કસ્ટોડિયલ ડેથ મામલે વિરલ જોશી નામના વધુ એક કર્મીનું નામ ખૂલતા મારાજ તરીકે ઓળખાતા આ કર્મચારીને પણ પકડી પાડવામાં આવ્યો છે ડી.વાય.એસ.પી., જે.એન. પંચાલની રાહબરી હેઠળ હજૂ આ ઘટનામાં નાસતા ફરતા ત્રણ આરોપી પોલીસ કર્મચારીઓની શોધખોળ માટે ચાર જેટલી ટીમો કામે લગાડે દીધી છે આમ કસ્ટોડિયન કેશમાં ધરપકડનો દોર શરૂ થતાં પી.આઇ.ની ધરપકડ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં હાલ ધરપકડનો શુરું થઇ ગયો છે જેમાં આજે બે જણાની ધરપકડ થઈ છે
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334