Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

પર પ્રાંતિયોના આગમન સાથે ક્ચ્છમાં ક્રાઇમના કિસ્સા વધ્યા..! 38 વર્ષીય પરપ્રાંતીય યુવકે સગીર સાથે દુષ્કર્મ આચર્યું

મુંદરા નજીક આવેલા એક ગામની વાડીમાં ખેતીકામ કરતાં પરપ્રાંતીય પરિવારની 16 વર્ષની પરપ્રાંતીય કિશોરીનું મોટર સાયકલ પર અપહરણ કરી 38 વર્ષિય પરપ્રાંતીય પરિણીત યુવકે ત્રણ ત્રણ વખત દુષ્કર્મ ગુજર્યું હોવાનો ગુનો નોંધાતાં મુન્દ્રા વિસ્તારમાં ખળ ભળાટ મચી ગયું છે. આરોપી પરપ્રાંતીય યુવક તેમના જ વતનનો છે અને તેઓની જે વાડીમાં કામ કરે છે. તેેની નજીક આરોપી બીજી વાડીમાં કામ કરે છે ત્યારે એ સગીરાનું મોટર સાયકલ પર અપહરણ કરી આસપાસના જ વાડી વિસ્તારોમાં દુષ્કર્મ ગુજાર્યું છે જે ગુનો મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશને નોંધાયો છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પંદર દિવસ અગાઉ અલગ અલગ સમયે યુવકે દુષ્કર્મ આચર્યું હતું આ કેસ મુંદરા મરીન પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચી લઈ તપાસ હાથ ધરી છે.

સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજના સંસ્કાર નગર વિસ્તારમાં ફાયરિંગ કરીને ATMમાંથી લૂંટનો પ્રયાસ કરનાર એક આરોપી પકડાઈ ગયો

મુન્દ્રા તાલુકા સાડાઉ ગુંદાળા રોડ પર અકસ્માત એક શખ્સનું મૃત્યુ

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસની કામગીરીમાં નાના કપાયામાંથી 6 જુગારીઓ ઝડપાયા 4 ફરાર

Kutch Kanoon And Crime

Leave a comment