Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

અબડાસા મતવિસ્તારના બાંડિયાના કુખ્યાત બુટલેગર ભાણુભા સોઢાની પાસા હેઠળ ધરપકડ

અબડાસા મતવિસ્તારની યોજાયેલી પેટાચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા કુખ્યાત અપરાધીઓ સામે પગલાં લેવાના ભાગરૂપે આજે અબડાસા તાલુકાના બાંડિયા ગામના કુખ્યાત બુટલેગર પ્રવિણસિંહ ઉર્ફે ભાણુભા સોઢાની પાસા હેઠળ ધરપકડ કરી સુરત લાજપોર જેલ હવાલે કરી દેવાયો છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નલિયા નખત્રાણા સહિત પોલીસ સ્ટેશનોમાં દેશી વિદેશી દારૂના અનેક ગુના નોંધાયેલા છે તેવા બાંડિયા ગામના પ્રવિણસિંહ ભાણુભા ઉર્ફે ટપુભા વિક્રમસિંહ સોઢા સામે પાસાની દરખાસ્ત કરાયા બાદ પાસાની દરખાસ્ત જિલ્લા સમાહર્તા દ્વારા મંજુર થતા પશ્ચિમ કચ્છ ગુના શોધક શાખા દ્વારા પ્રવિણસિંહ ઉર્ફે ભાણુભા સોઢાની પાસા હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે. હજુ પણ આ વિસ્તારના કેટલાક માથાભારે સાથે બૂટલેગરો સામે પાસા હેઠળ પગલાં લેવાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

3’જી ડિસેમ્બરે ગાંધીધામ ખાતે હત્યા કરીને ગટરના નાળામાં ફેંકી દેવાયેલ યુવાનની હત્યા મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ

Kutch Kanoon And Crime

બંધાણીઓના મોઢામાં પાણી : અદિપુરમાં પોતાના ઘરમાં સિગારેટ વેંચતા પિતા-પુત્ર પોલીસ હીરાસતમાં

Kutch Kanoon And Crime

નખત્રાણાના ઢોરો ગામના મદરેસામાં મેલી મુરાદ વાળા મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદ

Kutch Kanoon And Crime

Leave a comment