Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchPoliticsSpecial Story

જોજો હો… અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ધીરજ ખૂટયા કાર્યકરો સેલ્ફીના ચક્કરમાં પ્રચાર માટે આવતા ઉચ્ચ કક્ષાના નેતાઓનો ફેરો ફોગટ ન કરી દે…

અબડાસા પેટા ચૂંટણીના મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ હવે ખાસ કરીને બંને રાજકીય પક્ષોના ઉમેદવારોનો પ્રચાર પણ પરાકાષ્ઠાએ પહોંચવા લાગ્યો છે આગામી 22’મી તારીખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચાર માટે ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીના પ્રચાર માટે પણ કોંગ્રેસ દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના પ્રવાસ ગોઠવાઇ રહ્યાના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીના પ્રચાર માટે રાજ્યસભાના સાંસદ એવા શ્રી શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના અનેક નેતાઓ આવી રહ્યાના સમાચાર છે આ એ જ શક્તિસિંહ ગોહિલ છે જેમણે પોતાની અબડાસા સીટ પ્રદ્યુમનસિંહ જાડેજાને કોંગ્રેસની ટિકિટ અપાવી હતી અને વિજેતા બનાવવા પ્રયાસ કર્યો હતો આ એ જ શક્તિસિંહ ગોહિલ છે જેમને રાજ્યસભામાં જવા માટે કોંગ્રેસના ધારાસભ્યોની જરૂર હતી ત્યારે પ્રદ્યુમનસિંહ જાડેજાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારે શક્તિસિંહનો પ્રવાસ અબડાસામાં રાજકીય ગણિતને ઊલટ સૂલટ કરી શકે છે અને એટલે જ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓના અબડાસા પ્રવાસને ખૂબ મહત્ત્વનું ગણવામાં આવે છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે કોંગ્રેસના પ્રદેશ અને રાજ્યકક્ષાના નેતાઓનો અબડાસામાં ફેરા ફળશે કે કેમ કારણકે અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારની બાગદોડ કેટલાક દોઢ ફુટીયાઓના હાથમાં સોંપાઈ ગઈ છે જેઓ છેલ્લા છ-આઠ મહિનાથી નવરાધૂપ હોય ખાલી થઈ ગયા હતા અને હવે તેમની ધીરજ ધીમે ધીમે ઘટવા લાગી છે અને તેના કારણે અબડાસા પેટાચૂંટણીમાં ઉમેદવારનું જે થવાનું હોય તે પરંતુ એ દોઢ ફૂટીયાઓનું મેળ પડવો જોઈએ આ માનસિકતાના કારણે કોંગ્રેસના પ્રદેશ અને રાજ્યકક્ષાના નેતાઓનો અબડાસાનો ફેરો ફળશે કે કેમ આ સવાલ થયા વિના રહેતો નથી. વધુમાં આપને જણાવી દઇએ કે અમારો ઈરાદો કોઈનો વિરોધી કરવો એ નથી પરંતુ સત્યને સત્ય કહેવું એ અમારો સિદ્ધાંત છે આ સાથે અહીં એક તસવીર મૂકી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર સેંઘાણી સાથે કોંગ્રેસના આગેવાનો દેખાય છે પરંતુ એ આગેવાનોની સાથે એવા ધીરજ ખુટીયા કાર્યકર છે જે પોતાની જાતને કોંગ્રેસના નેતા સમજવા લાગ્યા છે પરંતુ આ તસવીરમાં તેઓ કોંગ્રેસના ઉમેદવારની ચિંતા કર્યા વગર પોતાની સેલ્ફી લેતા સ્પષ્ટ દેખાય છે ત્યારે સવાલ એ થાય છે કે આવા સાથીદારો કોંગ્રેસ ઉમેદવારના પ્રચાર માટે કામ કરે છે કે સેલ્ફી લઈને પોતાનો પ્રચાર કરવા માંગે છે અને એટલે જ સવાલ થાય છે કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનો ફેરો અબડાસામાં ફળશે કે આવા સેલ્ફી લેનારા કહેવાતા નેતાઓના કારણે ફોગટ જશે. નોંધનીય છે કે અબડાસા વિસ્તાર પેટા ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી રાજકીય પક્ષોના કેટલાક કાર્યકરો જે અઠવાડિયા અગાઉ પગે ફરતા હતા તેઓ મોંઘી કારોમાં ફરતા દેખાઈ રહ્યા છે જેને લઇને કેટલાક લોકો કહે છે કે અબડાસા મત વિસ્તાર પેટા ચૂંટણી આવા કેટલાક કાર્યકરોને ફળી છે અને પગે ફરનારા કારોમાં ફરતા થયા છે આવા કહેવાતા કાર્યકરો રાજકીય પક્ષોમાં બાતમીદારોની ભૂમિકા ભજવીને તેના બદલામાં મોંઘી ભેટ મેળવવાનું મનાય છે આ હકીકત હોય તો સવાલ એ થાય કે અબડાસા મતવિસ્તારનો વિકાસ જ્યારે થશે ત્યારે પણ કેટલાકનો વિકાસ ઊડીને આંખે દેખાવા લાગ્યો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છમાં જ્યાં કોમી એકતાને તોડવાની દરોજ વાતો વાયરલ થઈ રહી છે ત્યાં વધુ એક કોમી એકતાની ઉદાહરરૂપ ઘટના

માધાપર ખાતેથી ટેસ્ટ દ્રાઈવના બહાને ફોરર્ચ્યુનર કાર હંકારી જનાર ભગવાધારી મુન્દ્રાના પત્રીનો પ્રદીપ પોપટલાલ શાહ નીકળ્યો

શ્રમજીવીઓએ તંત્રને મદદની અપીલ કરતા અબડાસા વિંઝાણના દાતા પરિવાર વહારે આવ્યા

Kutch Kanoon And Crime

Leave a comment