અબડાસા પેટા ચૂંટણીના ધમ ધમાટ વચ્ચે બન્ને મુખ્ય પક્ષો પોત પોતાના કાર્યકરોના સહારે ચૂંટણી પ્રચાર કરવા લાગ્યા છે ત્યારે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ડોકટર શાંતીલાલ સેંઘાણી સાથે તેઓના કાર્યકરો જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનું હતું તે વખતે ભુજમાં આવેલ કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં એસી.ની હવા ખાતા હતા ત્યારે એ હવા તેઓને સુટ ન થતા તેજ દિવસે હિમાલયની હવા ખાવા સૌની સાથે નીકળી પડ્યા હતા. આવી વિચારધારા પ્રમાણે ધીરજ વગરના કાર્યકરો જ ડોકટર શાંતીલાલ સેંઘાણીની દવા કરી નાખશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે. વાત કરીએ ભાજપની તો ઉચ્ચ કક્ષાએથી દોરી સંચાર પ્રમાણે પેટા ચૂંટણીનું પ્રચાર સાથે હજારો કાર્યકરોની દેખ રેખ સાથે ગલી ગલી ઘર ઘર જઇ લોકોની સમસ્યાથી વાકેફ થઈ સમસ્યાનું સમાધાન કેમ લઈ આવું તેની સચોટ લાઈન દોરીના હિસાબે ચાલવું. એ પ્રમાણે હાર જીતની રેખા સ્પષ્ટ દેખાઈ આવે છે. વાત કરીએ કોંગ્રેસની તો આયોજન વગર પ્રચાર માટે નીકળી પડતા કાર્યકરો પાસે સંપૂર્ણ માહીતી નથી કે કોણ ક્યાં કઈ રીતે અને કેને શુ જવાબદારી લેવી. આ પેટા ચૂંટણી છે એમાં એટલી જવાબદારી ન હોય તેમ છતાં વડીલો કહી ગયા છે કે, આપણને જ્યારે કોઈ મોટી ઇમારત બનાવવી હોય તો તેનો પાયો (મુખ્ય પ્રતિનિધિ) મજબૂત હોવું જોઈએ સાથે પાયો ગમે તેટલો મજબૂત હોય તેમાં લગાડેલી ઇટો (કાર્યકરો) પણ મજબૂત જ હોવી જોઈએ ત્યારે જ ઇમારત મજબૂત બને છે. અહીં યાદ અપાવીએ કે કોંગ્રેસના ઉમેદવારને લાગે વળગે છે ત્યાં સુધી ઉમેદવાર મજબૂત અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે એટલે પાયો જરૂર મજબૂત છે પરંતુ પ્રચાર માટે લગાવેલ કેટલાક ધીરજ વગરના કાર્યકરો એટલે કે આ દીવાલોની ઇંટ કહેવાય તેવાઓની મજબૂતાઈ ચકાસવી જરૂરી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334