Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutch

નલિયા ખાતે આજે મેંખાણ તળાવમાં ન્હાવા ગયેલી ૪ બાલિકાઓ પૈકી એક બાલિકાનુ મોત ત્રણનો બચાવ

અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ મેખાંણ તળાવમાં નાહવા ગયેલી ચાર બાલિકાઓ તળાવના ઉંડા પાણીમાં ડૂબી જવાથી એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બાલિકાઓનો બચાવ થયો હતો. નલિયા ખાતે કરુણાંતિકા સર્જનાર આ ઘટનાની વિગત એવી છે કે આજે બપોરે મુસ્લિમ સમાજની ચાર બાલિકાઓ મેંખાણ તળાવમાં નાહવા ગઈ હતી ત્યારે ઊંડા પાણીમાં ડૂબી જવાથી અલવીના સુલતાન કુંભાર નામની સાત વર્ષીય બાલિકા ઊંડા પાણીમાં ગરક થઈ ગઈ હતી જેથી તે બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે અને ત્રણ બાલિકાઓનો બચાવ થયો હતો. મરણ જનાર બાલિકા નલિયા જુથ ગ્રામ પંચાયતના સદસ્ય જુણસભાઈ કુંભારના પુત્ર સુલતાનની દીકરી હતી. એક સાથે ચાર બાળકો તળાવમાં ડૂબી જવાથી અને એ પૈકી એક બાળકીનું મોત થવાથી નલિયામાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુંદરામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ…

Kutch Kanoon And Crime

અંજારના ટિમ્બરના વેપારીના પુત્રના અપહરણ અને સવા કરોડની ખંડણી મામલે રહસ્ય ઘેરુ બન્યું

Kutch Kanoon And Crime

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શ્રી કેશુભાઈ પટેલનું અમદાવાદ ખાતે નિધન : રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો

Kutch Kanoon And Crime

Leave a comment