પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી તેમજ પોલીસ અધિક્ષક શ્રી પ્રતીક્ષા રાઠોડ પૂર્વ કચ્છ ગાંધીધામઓએ જિલ્લા મિલકત સંબંધિ ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના આપેલ હોય જે આધારે પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ. વાઘેલા અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.જી. સોલંકીના માર્ગદર્શનથી સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંજાર વરસાણા હાઈવે રોડ પર રુકસાના પીરની દરગાહ હાઈવે પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન વર્ષામેડી ગામ બાજુથી બે ઈસમો મોટરસાયકલ લઈ આવતા હતા જે મોટરસાયકલ શંકાસ્પદ લાગતા તુરંત તેને હાથના ઇશારાથી ઉભા રાખી ચેક કરતા તેઓ પાસે મોટરસાયકલના આધારપુરાવા માંગતા તેઓના પાસે હાલ નહીં હોવાનું જણાવેલ જેથી આ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલી હોઈ એવું લાગતા ઈસમોની અંગ ઝડતી કરતા એક છરી મળી આવેલ જેના પર તાજા લોહીના દાગ જોવા મળેલ ત્યાર બાદ તેઓની કડક પૂછપરછ કરતા તેઓ ગાંધીધામ હાઇવે પર આવેલ બ્રિજ નીચે લૂંટ કરેલી હોવાની કબૂલાત કરતા આ ઇસમોની ખરાઈ કરતા ગાંધીધામ એ/ડિવિઝનમાં તપાસ કરતા ગાંધીધામ એ/ડિવિઝન પોલીસ સ્ટેશન તારીખ 22/7/2020ના ગુન્હો બનેલ હોય જેથી આ ઇસમોને સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સી.આર.પી. કલમ 41 (1)ડી મુજબ કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદ્દામાલનો કબજો સોપવા તજવીજ હાથ ધરવામાં આવેલ. પકડાયેલા આરોપીઓમાં શબ્બીર હુસેન આમદશા શેખ ઉ.વ. ૨૪ રહે. દાદુપીર રોડ. ભીડ નાકા. ભુજ, મુસ્તાક ભીખાભાઈ મીર ઉં.વ.19 રહે હાલે જરષ્ટા નગર ભુજ. કેમ્પ એરિયા. મૂળ રહે ઇમામ ચોક. સુંદરપુરી. ગાંધીધામ. વડાઓને મુદ્દામાલ રોકડા રૂપિયા 9,200/- મોબાઈલ ફોન નંગ ૩ કિંમત 10,500/- છરી નંગ 1 કિંમત રૂપિયા 50/- મોટરસાયકલ કિંમત રૂપિયા 50,000/- કુલ કિંમત 79,750/- કબ્જે કરવામાં આવેલ. આ કામગીરીમાં અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.સોલંકી સાથે હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ પુરોહિત, જયુભા જાડેજા, અશોકભાઈ સદાદિયા, તથા પોલીસ કોસ્ટેબલ બાલુભાઇ ગરેજા, દિગ્વિજયસિંહ જાડેજા સાથે રહયા હતા.
અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334
(જાહેર ખબર)