કચ્છમાં અંજાર કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 86.15% નોંધાયો છે.
કચ્છ: ગુજરાતભરમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.ત્યારે કચ્છમાં ધો.12 સાયન્સ પ્રવાહનું ગયા વર્ષે 76.45% પરિણામની સરખામણીએ આ વર્ષે 74.69 પરિણામ નોંધાયું છે.કચ્છમાં ધો.12 સાયન્સ પ્રવાહમાં ગત વર્ષની સરખમણીમાં 1.76% ઘટાડો થયો છે.કચ્છ જિલ્લામાં માત્ર 0 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 24 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષની સરખામણીએ કચ્છે આ વર્ષે A1 ગ્રેડનો સ્થાન ગુમાવ્યું છે સાથો સાથ A2 ગ્રેડનો પણ ઘટાડો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે કચ્છના શિક્ષણમાં ક્યાંકને ક્યાંક ગ્રેડ મેળવવામાં નબળી કડીઓ રહી છે.
ધો.12 સાયન્સ પ્રવાહની પરિક્ષા માટે 1290 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 1288 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા આપી હતી.ગત વર્ષની સરખામણીમાં સાયન્સ પ્રવાહમાં વિદ્યાર્થીઓનો સામાન્ય ઘટાડો થયો છે.
તેમાંથી A1 ગ્રેડમાં ગયા વર્ષે 7 આ વર્ષે 0 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં ગયા વર્ષે 52 આ વર્ષે 24 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં ગયા વર્ષે 132 આ વર્ષે 117 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં ગયા વર્ષે 215 આ વર્ષે 220 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં ગયા વર્ષે 292 આ વર્ષે 289 વિધાર્થીઓ, C2 ગ્રેડમાં ગયા વર્ષે 287 આ વર્ષે 266 વિદ્યાર્થીઓ, D ગ્રેડમાં ગયા વર્ષે 44 આ વર્ષે 45 વિદ્યાર્થીઓ મેળવ્યા છે. ગયા વર્ષે 317 આ વર્ષે 329 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.ગ્રેડોની માયાજાળમાં સામાન્ય ઘટાડો વધારો જોવા મળ્યો છે.
કચ્છ જિલ્લાનું કેન્દ્રદીઠ પરીણામ
?? ભુજ કેન્દ્રનું કુલ પરિણામ ગયા વર્ષે 75.08% આ વર્ષે 69.70% તફાવત 5.38% ઘટડો
?? માંડવી કેન્દ્રનું કુલ પરિણામ ગયા વર્ષે 86.54% આ વર્ષે 83.89% તફાવત 2.65% ઘટાડો
?? ગાંધીધામ કેન્દ્રનું કુલ પરિણામ ગયા વર્ષે 76.51% આ વર્ષે 78.22% તફાવત 1.71% વધારો
?? અંજાર કેન્દ્રનું કુલ પરિણામ ગયા વર્ષે 69.39% આ વર્ષે 86.15% તફાવત 16.76% વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ અને અંજાર કેન્દ્રનો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો થયો છે.
ગૌતમ બુચિયા દ્વારા
નિતેશ ગોર – 9825842334