Kutch Kanoon And Crime
GandhidhamGujaratKutchSpecial Story

ઇનર વ્હીલ ક્લબ ઓફ ગાંધીધામ ઇન્ફિનિટીએ પ્રથમ જ વર્ષમાં 30 ડિસ્ટ્રિક્ટ એવોર્ડ્સ મેળવી રચ્યો ઇતિહાસ…

ઇનર વ્હીલ ક્લબ ઓફ ગાંધીધામ ઇન્ફિનિટીએ પોતાના પ્રથમ જ સેવા વર્ષમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરતાં ડિસ્ટ્રિક્ટ એસેમ્બલી 2025-26માં કુલ 30 ડિસ્ટ્રિક્ટ રેકગ્નિશન અને એવોર્ડ્સ પ્રાપ્ત કરીને સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં આગવી ઓળખ ઉભી કરી છે. ક્લબને કૅન્સર અવેરનેસ માટે પ્રથમ ક્રમનો “સુધા ગર્ગ મેમોરિયલ એવોર્ડ” પ્રાપ્ત થયો. ઉપરાંત ક્લબના પ્રમુખ હંસા ગિયાનચંદાનીને “બેસ્ટ પ્રેસિડેન્ટ” અને સુધા ગુપ્તાને “બેસ્ટ ક્લબ કો-ઓર્ડિનેટર” તરીકે સન્માનિત કરવામાં આવ્યા. ક્લબને વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા વિવિધ સેવાકીય અને જાગૃતિ કાર્યક્રમો માટે માન્યતા પ્રાપ્ત થઈ હતી.

જેમાં કૅન્સર જાગૃતિ, સાયબર ક્રાઇમ અને પોક્સો અવેરનેસ, સ્તન કૅન્સર અને તમાકુ વિરોધી અભિયાન, શિક્ષકોનું સન્માન, મહિલા અને બાળાઓ માટે ટેલેન્ટ શો, મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબન, ગર્ભવતી મહિલાઓને પોષણ કિટ વિતરણ, સર્વાઇકલ કૅન્સર જાગૃતિ અને રસીકરણ, માસિક સ્વચ્છતા જાગૃતિ, પાણી બચાવો અભિયાન, મેડિકલ કેમ્પ, હેર ડોનેશન ડ્રાઇવ, ચેસ સ્પર્ધા, વરિષ્ઠ નાગરિકો માટે સંગીત કાર્યક્રમ, બાળ અધિકાર અને મહિલા સન્માન જેવા અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ સિદ્ધિ બદલ પ્રમુખ હંસા ગિયાનચંદાનીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ એવોર્ડ્સ માત્ર મારા નથી, પરંતુ ક્લબના દરેક સભ્યની મહેનત, સમર્પણ અને ટીમવર્કનું પરિણામ છે. સૌના સહયોગ વિના આ સફળતા શક્ય ન હોત.” તેમણે ક્લબના સેક્રેટરી માનસી ગુપ્તાનો દરેક પ્રોજેક્ટમાં અવિરત સાથ અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો. સાથે જ કાશ્મિરા આચાર્ય, સુધા ગુપ્તા, સુનિતા ગૌર, સીમા શર્મા તથા ક્લબના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો. પ્રથમ જ વર્ષમાં પ્રાપ્ત થયેલી આ 30 માન્યતાઓ ઇનર વ્હીલ ક્લબ ઓફ ગાંધીધામ ઇન્ફિનિટીની સેવા, મિત્રતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. “Together We Shine” ના સૂત્રને સાકાર કરતી ક્લબ આગામી વર્ષોમાં પણ સમાજસેવાના નવા આયામો સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર દ્વારા

Related posts

કોઠારા પોલીસ કર્મચારીના મોત માટે જવાબદાર બનેલ સગીર બાઇક ચાલકના વાલી સામે ગુનો કેમ ન નોંધાય…?

Kutch Kanoon And Crime

અદાણી સંચાલિત જી.કે.માં નર્સિંગ સુપ્રિ. નિમાયા

મુન્દ્રા : 45 વર્ષીય ઢગા શિક્ષક દ્વારા વિધાર્થિની પર દુષ્કર્મ

Kutch Kanoon And Crime

Leave a comment