Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

કચ્છ કલેકટર શ્રી આનંદ પટેલની બદલી અને તેઓની જગ્યાએ 2014 બેંચના IAS અનિલકુમાર રણાવસિયા મુકાયા…

જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર રણાવસિયા વિશે થોડી ખાસ માહિતી આપને જણાવી દઈએ. ૨૯ એપ્રિલ ૧૯૮૭ના રોજ જન્મેલા અનિલકુમાર રામજીભાઈ રણાવસિયા ભારતીય વહીવટી સેવા એટલે કે IAS ના 2014 બેચના અધિકારી છે અને ગુજરાત કેડરમાં સેવા આપી રહ્યા છે. તેમણે અમદાવાદની નિર્મા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી.ટેકની ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ભારતીય વહીવટી સેવાઓમાં જોડાયા અને વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી છે. અનિલકુમાર રણાવસિયાએ અગાઉ રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તેમજ અન્ડર સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ તરીકે પણ જવાબદારીઓ નિભાવી છે.
હાલ તેઓ ૩ એપ્રિલ ૨૦૨૩થી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપી છે અને જિલ્લાના વહીવટી કાર્યોને અસરકારક રીતે સંભાળી હતા. હાલ તેઓની કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક થતા કચ્છમાં યુવાન અને ઉત્સાહ IAS અધિકારી આવતા કચ્છમાં અટકેલા કામોને ઝડપથી ગતિ મળશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. નોંધનીય છે કે IAS અધિકારીઓની બદલીમાં કચ્છના કલેક્ટર ઉપરાંત ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર મનીષ ગુરવાણીની પણ બદલી કરાય છે જોકે તેમની જગ્યાએ બી.ડી. દવેરા મુકાયા…

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

નફ્ફટ શિક્ષકે ભોગ બનનાર બાળાના સાથે માતાના ઘરેણાની ચોરી કરાવી હતી

Kutch Kanoon And Crime

માંડવીના જખણીયા હત્યાકાંડના આરોપીની જંગલમાંથી લાસ મળી આવી

Kutch Kanoon And Crime

માંડવીના બાડા નજીક આવનાર GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ) કંપનીના કારણે સ્થાનિક ફાયદા નુકસાન વિસે પચાણ ગઢવીએ શું કહ્યું…

Kutch Kanoon And Crime

Leave a comment