Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeKutch

ભુજ : આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા બે માસથી નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા…

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા પશ્ચિમક ચ્છ-ભુજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિશ્વા શાહ દ્વારા પશ્ચિમ કચ્છ જીલ્લામાં કોઈ શરીર સંબંધી કે મિલકત સંબંધી બનાવો ના બને તે માટે સતત પેટ્રોલીંગ રાખવા તથા આવા બનાવો સંબંધે ત્વરીત કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ. હેરમાં દ્વારા ભુજ શહેર શહેર બી/ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપી અટક કરવા સૂચના આપવામાં આવી હતી. PSI એમ.એચ. પટેલ આરોપીને પકડી પાડવા સારૂ સતત ટેકનીકલ અને હ્યુમન સોર્સીસથી એક્ટિવ હોય જે અન્વયે પો.સબ.ઈન્સ એમ.એચ.પટેલને ખાનગી બાતમી મળેલ કે આ ગુનાના બે આરોપી હાલે મુન્દ્રા ખાતે છે જેથી ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેશનના પો.હેડ કોન્સ નરેન્દ્રસિંહ પ્રેમસંગ જાડેજા તથા, ભરતભાઈ કાનાજી માજીરાણા તથા અરવિંદભાઈ ધીરાભાઈ વણકરને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બન્ને આરોપીને પકડી પાડવામાં આવેલ છે.

– પકડાયેલ આરોપીનું નામ સરનામું…
(૧) ખલીલ મોહમદ ઉર્ફે લાલી મુસ્તફા અંસારી

(૨) ઇમરાન ઉર્ફે એલો ઝાફર સમા રહે બન્ને મેન્ટલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરીયા ભુજ વાળાને ઝડપી લેવાયા હતા. આ કામગીરી એ.એમ.હેરમા પો.ઈન્સશ્રી ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે, પો.સબ ઈન્સ એમ.એચ.પટેલ, એ.એસ.આઈ દિલીપસિંહ ભરતસિંહ સિંધવ, પો.હેડ કોન્સ. નરેન્દ્રસિંહ પ્રેમસંગ જાડેજા, પો.હેડ કોન્સ. અરવિંદભાઈ ધીરાભાઈ વણકર, પો.હેડ કોન્સ. ભરતભાઈ કાનાજી માજીરાણા, પો.હેડ કોન્સ. મુકેશકુમાર કાળુભાઈ પટણી, પો.કોન્સ. નાનુભાઈ જીવાભાઈ કરમટા અને પો.કોન્સ શ્યામ વિશ્રામ ગઢવી સાથે રહી કરી હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ડ્રેગન ફ્રૂટની ઓળખ એટલે “કમલમ ફ્રૂટ” કચ્છમાં સોનાની ખેતીનો સફળ પ્રયાસ

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલી પાઠવતાં ક્ચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

ક્ચ્છમાં શિકારીઓ વધુ સક્રિય બને તે પહેલાં કડક પગલા જરૂરી

Kutch Kanoon And Crime

Leave a comment