Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ચાર જુગારીઓ રોકડ 13,700/- રૂપિયાની રોકડ સાથે ઝડપાયા…

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. નવી સુંદરપુરી વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી રોકડ રૂપિયા અને જુગાર રમવાના સાધનો કબજે કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ દ્વારા જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે ખાનગી બાતમીના આધારે તલાવડી ફળીયું, નવી સુંદરપુરી, ગાંધીધામ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જુગાર રમતા ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં 35 વર્ષીય દશરથભાઈ મુળજીભાઈ પ્રજાપતી જે રહે ઈમામ ચોક, નવી સુંદરપુરી, ગાંધીધામ વાળા, 49 વર્ષિય મનોજભાઈ વાઘજીભાઈ ઠક્કર જે રહે જય સંતોષી સોસાયટી, ભારતનગર, ગાંધીધામ વાળા, 38 વર્ષિય રસીલાબેન ઉર્ફે બોડી દોલતગર ગુંસાઈ જે રહે ભીમાસર, તા. અંજાર વાળા અને 45 વર્ષીય ધર્માબેન ખોડાભાઈ ઠાકોર જે રહે તલાવડી ફળીયું, નવી સુંદરપુરી, ગાંધીધામવાળાની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ મુદ્દામાલમાં
રોકડ રકમ 13,700/- રૂપિયા, ગંજીપાના 52 પત્તા સહિત
કુલ મુદ્દામાલ 13,700/- કબજે કરવામાં આવ્યા છે. આ સમગ્ર સફળ કાર્યવાહી ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા 

પ્રકાશિત નીતેશ ગોર ભુજ

Related posts

અંજાર પોલીસ દ્વારા પ્રજા જાગૃતિ માટે 200થી વધુ માસ્ક વિતરણ કરાયા

Kutch Kanoon And Crime

મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતી મુન્દ્રા પોલીસ

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ સ્ટેશનના ચકચારી કસ્ટોડીયલ ડેથ કાંડના એક આરોપી સમાઘોઘા ગામના માજી સરપંચની આગોતરા જામીન અરજી નામંજૂર

Kutch Kanoon And Crime

Leave a comment