Kutch Kanoon And Crime
AbdasaBreaking NewsCrimeGujaratKutch

પીંગલેશ્વર દરિયાકાંઠેથી શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા…

જખૌ પોલીસ, SOG, SIB અને L.I.B.ની સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા શંકાસ્પદ સાધનો…

અબડાસાના જખૌ પોલીસ સ્ટેશનના PSI આર.જે. ગોહિલના માર્ગદર્શન હેઠળ આજે પીંગલેશ્વર લેન્ડિંગ નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન જખૌ પોલીસ સ્ટેશનના PC લાખીયારજી સોઢા કેમલ સવાર ઊંટ સાથે, SOGના ASI જોરાવરસિંહ જાડેજા, SIBના AIO બી.બી. સંગાર (અબડાસા કોસ્ટલ સેન્ટર), L.I.B. કોઠારા ફીલ્ડના ASI પુનસીભાઈ મહેશ્વરી તેમજ જખૌ પોલીસ સ્ટેશનના SRD સભ્યો જોડાયા હતા. દરમિયાન આશરે સવારે 10:55 વાગ્યાના સમયે પીંગલેશ્વર લેન્ડિંગ દરિયાકાંઠા વિસ્તારમાંથી એક શંકાસ્પદ AIS સિસ્ટમ (Automatic Identification System) મળી આવી હતી.

આ ઉપરાંત એક શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાંથી આ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા પોલીસ દ્વારા બંને વસ્તુઓ અંગે વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આ શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર ક્યાંથી આવ્યા અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.

Related posts

ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠક્કરની 74’મી જન્મજયંતિ નિમિતે તેઓના પુત્ર એવા હાલના નગરપાલિકા પ્રમુખે સેવાકાર્યો કર્યા

Kutch Kanoon And Crime

ક્ચ્છી અલ તુર્કી ગ્રુપ કંપનીનું નુકસાન કરતા પહેલા ત્યાં રોજી રોટી રળતા કામદારો જરા વિચારજો

હુશેન થેબાને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળ્યું

Leave a comment