Kutch Kanoon And Crime
GandhidhamGujaratKutchSpecial Story

વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ગાંધીધામમાં ફોટોગ્રાફી વર્કશોપ યોજાઈ, વિવિધ શહેરોના ફોટોગ્રાફરો જોડાયા…

ગાંધીધામ ખાતે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ ફોટોગ્રાફી લર્નિંગ વર્કશોપ અને ફોટો વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કચ્છના ઝોનલ સેલ્સ મેનેજર પ્રતીક જોશીએ કર્યું હતું. તેઓ કચ્છના જાણીતા વન્યજીવન ફોટોગ્રાફર અને વિવો લીડર તરીકે પણ ઓળખાય છે. કાર્યક્રમમાં ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટના બ્રાન્ડિંગ હેડ મૌલિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગુજરાતના હેડ ટ્રેનર પ્રતીક આચાર્યએ તમામ સહભાગીઓને ફોટોગ્રાફી અંગે માર્ગદર્શન અને તાલીમ આપી હતી. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી સાથે ફોટોગ્રાફીના ક્ષેત્રમાં નવી માહિતી અને ટેકનિક અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં જનરેશન-ઝેડના યુવાનો, કન્ટેન્ટ ક્રિએટર્સ, વિવો X શ્રેણીના ગ્રાહકો તેમજ જીવનના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા ફોટોગ્રાફરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફોટો વોક દરમિયાન સહભાગીઓને વિવો પ્રોડક્ટના કેમેરાની વિશેષતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ફોટોગ્રાફીના વિવિધ પાસાઓ અંગે વ્યવહારુ જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. માંડવી, નખત્રાણા, અંજાર, મુન્દ્રા અને ગાંધીધામ સહિત કચ્છના વિવિધ શહેરોમાંથી આવેલા ફોટોગ્રાફરો આ કાર્યશાળામાં જોડાયા હતા. કાર્યક્રમના આયોજનમાં ઇનરવ્હીલ ક્લબ ઇન્ફિનિટી, ગાંધીધામનો પણ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ક્લબના પ્રમુખ હંસા જ્ઞાનચંદાની, સેક્રેટરી કાશ્મીરા આચાર્ય, આઈએસઓ સીમા શર્મા તથા ક્લબના અન્ય સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સાથે જ 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સહભાગીઓને ભેટ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ : પ્રતિનિધિ જૈમિની ગોર

પ્રકાશિત : નીતેશ ગોર 

Related posts

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ : કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ હવે બન્યું ડિજિટલ…

Kutch Kanoon And Crime

સ્પંદન આર્ટસ એકડેમી માંડવી દ્વારા ફિટનેશની તાલીમ અપાઈ…

ભચાઉના કડોલની પરિણીતાએ આપેલા આવેદનપત્રના આક્ષેપનો એક જૂઠાણું સામે આવ્યું

Kutch Kanoon And Crime

Leave a comment