Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchRapar

1,000/- રૂપિયાની લાંચ લેતા સેલારી જૂથ ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રી ACBએ રંગેહાથ ઝડપાયા…

રાપર તાલુકાના સેલારી જૂથ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને રૂ.1,000/- ની લાંચ સ્વીકારતા ACB દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સેલારી જૂથ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અલ્પાબેન રમેશભાઈ પટેલ (ઉંમર 40) દ્વારા પંચાયતના સરકારી કામકાજમાં નોંધો પાડવા, વેરા ભરવા સહિતની કામગીરી માટે ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરવામાં આવતી હોવાની માહિતી ACB ગાંધીધામને મળી હતી.
આ આધારે ACB દ્વારા બે સરકારી પંચોની હાજરીમાં જાગૃત નાગરિકના સહકારથી લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન હક દાખલ કરવાની નોંધ પાડવાની કામગીરીના બદલામાં આક્ષેપિત તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસેથી રૂ.1,000/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ સેલારી જૂથ ગ્રામ પંચાયતની કચેરી ખાતે રૂ.1,000/- ની લાંચ સ્વીકારતા ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રૂ.1,000/- ની લાંચની રકમ રિકવર કરવામાં આવી છે.
આ ટ્રેપની કાર્યવાહી કચ્છ (પૂર્વ) ACB પોલીસ સ્ટેશન, ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB બોર્ડર યુનિટ ભુજના મદદનીશ નિયામક શ્રી કે.એચ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ACB રાજકોટના નાયબ નિયામક શ્રી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

“તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ શોધી અરજદારને પરત સોંપાયું…

Kutch Kanoon And Crime

ભચાઉમાં તીનપત્તી જુગાર પર પોલીસનો દરોડો : 6 જુગારીઓ ઝડપાયા, રૂપિયા 27,110/- નો મુદ્દામાલ જપ્ત…

પોલીસ પ્રશાસનમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર મામલે રાજ્ય સરકારની આંખ ખુલશે ખરી…?

Kutch Kanoon And Crime

Leave a comment