Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

ભુજમાં ‘ઓપરેશન-સુરક્ષિત સાયબર સ્પેસ’ અંતર્ગત વિદ્યાર્થિનીઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન…

ભુજ શહેર પોલીસની શી-ટીમ તથા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા “ઓપરેશન-સુરક્ષિત સાયબર સ્પેસ” અંતર્ગત સહજાનંદ કન્યા વિદ્યાલય અને સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય, મીરજાપર ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓ તેમજ શાળા સ્ટાફને આજના ડિજિટલ યુગમાં વધતા વિવિધ સાયબર ગુનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ઓનલાઇન ગેમિંગ ફ્રોડ, સાયબર સ્ટોકિંગ, ડીપફેક, સોશિયલ મીડિયા બ્લેકમેલ, સાયબર રિવેન્જ, રોમાન્સ સ્કેમ સહિતના સાયબર ગુનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930, મહિલા હેલ્પલાઇન 181, ઇમરજન્સી સેવા 112, મહિલાઓના કાયદા, પોક્સો એક્ટ (POCSO Act), NDPS એક્ટ હેઠળ ડ્રગ્સ સંબંધિત ગુનાઓ તેમજ ટ્રાફિક નિયમોના પાલન અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે સાયબર સુરક્ષા અંગે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા હતા. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની શંકાસ્પદ સાયબર પ્રવૃત્તિ કે ગુનાનો ભોગ બન્યાની સ્થિતિમાં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ, એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, સાયબર સેલ (એલસીબી શાખા) અથવા શી-ટીમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. ભુજ શહેર પોલીસ દ્વારા આયોજિત આ જાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ યુવતીઓ અને વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ પ્રત્યે સજાગ બનાવી સુરક્ષિત ડિજિટલ વાતાવરણનું નિર્માણ કરવાનો છે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ 

Related posts

લોકડાઉન દરમ્યાન પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસની સુંદર કામગીરી

અંજાર તાલુકાના લાખાપર ગામે આઠ લાખના ખર્ચે પેવર રોડ બનશે

Kutch Kanoon And Crime

માંડવી તાલુકાના પીપરી ગામેથી રૂપિયા 1.65 લાખના દાગીનાની ચોરી કરનાર ગણતરીના સમયમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment