Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજમાં મધરાતે બોલેરોની ટક્કરે ટ્રિપલ સવારી એક્ટિવા ચાલકનું મોત : બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

ભુજ શહેરમાં મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રે અંદાજે રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં કોમર્સ કોલેજ રોડ પર હોન્ડા શોરૂમ સામે એક બોલેરો (GJ 12 BY 5415) વાહને સામેથી આવી રહેલી ટ્રિપલ સવારી એક્ટિવાને (GJ HE 9707) જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક્ટિવા પર સવાર અરૂણસિંહ રાજેન્દ્રસિંહ પરમાર (ઉ.વ. 26)ને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. અરૂણસિંહ ભુજના ગણેશનગર વિસ્તારમાં રહેતા હતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વતની હતા. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર અન્ય બે યુવકો રાજેશ નટવરલાલ સુથાર તથા અજયસિંહ ઉર્ફે ખેંગારસિંહ જાડેજા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ભુજ ‘એ’ ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને બોલેરો ચાલકની જવાબદારી અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ 

Related posts

પોલીસ કામગીરીની નિષ્ફળતાની વર્ષાંજલિ : ભુજ આઈ.જી. કચેરી નજીક આવેલ પોલીસ ક્વાર્ટરના 8 જેટલા ક્વાર્ટરમાં એક વર્ષ અગાઉ થયેલ ઘર ફોડ ચોરીમાં આરોપીઓ પકડાયા પરંતુ મુદ્દા માલ હજુ પણ રિકવર નથી થયો…

Kutch Kanoon And Crime

ભુજ નજીકના માધાપર ગામે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નાકામ પ્રયાસ

ભુજની વિષ્ણુ ધર્મ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી..

Leave a comment