પશ્ચિમ કચ્છના પધ્ધર પોલીસ સ્ટેશનની ટીમે કુકમા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 62,100/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓમાં…
(1) રાહુલ કેદારસિંહ કિશર (મૂળ મોરેના, મધ્યપ્રદેશ – હાલ કુકમા)
(2) તેજપ્રતાપ રામધની કેવટ (મૂળ સિંગરૌલી, મધ્યપ્રદેશ)
(3) વિષ્ણુરામ શ્યામલાલ મેધવાડ (મૂળ નાગોર, રાજસ્થાન – હાલ પધ્ધર)
(4) અજય લક્ષ્મીનારાયણ તોમર (મૂળ મોરેના, મધ્યપ્રદેશ – હાલ કુકમા)
(5) અજયકુમાર સુફલદાસ બૈરાગી (મૂળ મંડલા, મધ્યપ્રદેશ – હાલ કુકમા)
(6) શૈલેષ મેધભાઈ રાવળ (મૂળ બનાસકાંઠા – હાલ કુકમા)
(7) જોગબંધુ ભુરૂભાઈ મંહતો (મૂળ પુરુલિયા – હાલ કુકમા)
(8) કમલેશકુમાર રાજેન્દ્ર ઉઈકે (મૂળ સિવની, મધ્યપ્રદેશ – હાલ કુકમા)
(9) શરીફ અબ્દુલરહેમાન શેખ (મૂળ બાંદા, ઉત્તર પ્રદેશ – હાલ કુકમા)
(10) અરવિંદકુમાર શીવ જાતે ઉરાવ (મૂળ સોનભદ્ર, ઉત્તર પ્રદેશ – હાલ કુકમા)
જપ્ત મુદ્દામાલમાં રોકડ રકમ : 17,100/-
9 મોબાઈલ ફોન : અંદાજિત કિંમત 45,000/-
ગંજીપત્તા સહિત કુલ મુદ્દામાલ : 62,100/- કબ્જે લેવામાં આવ્યો છે. આ સફળ કામગીરી પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ખાંટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ પરમાર, રામસંગજી સોઢા, વિનોદભાઈ વસાવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ રબારી અને જયેશભાઈ ચૌહાણ જોડાયા હતા.
પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રકાશિત નીતેશ ગોર ભુજ
