Kutch Kanoon And Crime
BhachauBreaking NewsCrimeGujaratKutch

ભચાઉ પોલીસે વોંધ ગામે જુગાર પર દરોડો : પાંચ જુગારીઓ ઝડપાયા : 31,150/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત…

પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવાના અભિયાન હેઠળ ભચાઉ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. વોંધ ગામ ખાતે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ 31,150/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર (પૂર્વ કચ્છ-ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે વોંધ ગામ નજીક પુલિયા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં 40 વર્ષીય માનસંગભાઈ છગનભાઈ કોલી, 26 વર્ષીય કાનાભાઈ છગનભાઈ કોલી, 30 વર્ષીય
જીતુ અરજણભાઈ કોલી, 32 વર્ષીય અનવર ઈબ્રાહીમ ડુંભાર, 31 વર્ષીય અકબર ફકીર મામદ ખલીફા સહિતની અટકાયત કરી છે આ તમામ આરોપીઓ મહારાષ્ટ્ર કોલોની, વોંધ ગામ, તાલુકો ભચાઉના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ. આ રોકડ રકમ 15,150/- મોબાઇલ ફોન 5 નંગ રૂપિયા 17,000/- કુલ મુદ્દામાલમાં 31,150/- નો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ભચાઉ પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રકાશિત નીતેશ ગોર 

અહેવાલ પ્રતિનિધિ : અલ્પેશ પ્રજાપતિ ભચાઉ

Related posts

પોલીસ પ્રશાસનમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર મામલે રાજ્ય સરકારની આંખ ખુલશે ખરી…?

Kutch Kanoon And Crime

યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા સંચાલિત વલ્લભ વિદ્યાલય (મુન્દ્રા) ખાતે અદાણી પોર્ટસ એન્ડ સેઝ મુન્દ્રાનાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી રક્ષિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસે કર્યું ઇન્સાનિયતનું કામ : નાના ભાડિયાના ગુમ થયેલા ત્રણે જણાને શોધી પરત શોપ્યા

Leave a comment