Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજમાં બે મહિનાથી ફરાર સજા વોરંટનો આરોપી ઝડપાયો : બી ડિવિઝન પોલીસે કોર્ટના આદેશનો કરાવ્યો અમલ..

ભુજ શહેરમાં નામદાર કોર્ટ દ્વારા જારી કરાયેલા સજા વોરંટની અસરકારક બજવણી કરતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસે બે મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. કોર્ટના આદેશના સમયસર અમલ માટે હાથ ધરાયેલી આ કાર્યવાહી પોલીસ વિભાગની સતર્ક કામગીરીનું ઉદાહરણ બની છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ કોર્ટ દ્વારા જારી થતા સજા વોરંટ, બિનજામીનલાયક વોરંટ અને જામીનલાયક વોરંટની સમયસર બજવણી માટે તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. હેરમાંના માર્ગદર્શન હેઠળ વોરંટોની બહોળી બજવણી માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નામદાર પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટ, ભુજ દ્વારા ભરણપોષણના કેસ (ફો.૫.અ. નં. ૩૫૮/૨૦૨૫)માં જારી કરાયેલા સજા વોરંટના આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આરોપી પોતાની ધરપકડથી બચવા છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો હતો. દરમિયાન સર્વેલન્સ સ્ટાફ સતત તેની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. ખાનગી બાતમીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પી. જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનાજી માજીરાણાએ આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ સમીર કાસમ સમેજા (ઉંમર ૨૫ વર્ષ), રહેવાસી ત્રીજી શેરી, રહેમત કોલોની, ચાકી વાડી, રેલવે સ્ટેશન પાસે, ભુજ વાળા આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટના સજા વોરંટ મુજબ જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. હેરમાંના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દિલીપસિંહ ભરતસિંહ સિંધવ, પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પી. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનાજી માજીરાણા, લાલજીભાઈ એલ. મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જીવાભાઈ કરમટાની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

પ્રકાશિત નિતેશ ગોર ભુજ

Related posts

કોઠારા ગામે કૂવામાંથી મળેલી યુવાનની લાશમાં હત્યાનો પર્દાફાશ થયો

Kutch Kanoon And Crime

અબડાસા : વાયોર આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ સંગમ કાર્યક્રમ યોજાયું…

Kutch Kanoon And Crime

રાપર તાલુકાના લાખાગઢ ગામે લગ્નના માંડવે ધીંગાણું ભાજપના ગાંધીધામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પતિની હત્યા

Kutch Kanoon And Crime

Leave a comment