Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ…

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃતીઓને નેસ્ત નાબુત્કરવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેક્ટર એમ.જે.રાઠોડ નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલીંગ કરવા જણાવેલ હોય દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ઓમ સીનેપ્લેક્ષ ફન બ્લાસ્ટની સામે ખુલ્લા પ્લોટમા પંચો સાથે રેઈડ કરતા એક ઇસમને માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે પકડી પાડી તેના કબ્જામાં રહેલ માદક પદાર્થ એફ.એસ.એલ. અધિકારીશ્રી મારફતે પરીક્ષણ કરાવી તપાસ કરતા આ મળી આવેલ માદક પદાર્થ હીરોઈન હોય જે માદક પદાર્થ હેરોઈનનું વજન-૧.૯૪૦ ગ્રામ હોય જે પંચો રૂબરૂ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ કરી આરોપીઓ વિરૂધ્ધ The Narcotics Drugs And Psychotropic Substances Act हेठन डायोसरनी કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી…

દિલીપ ઉર્ફે દીપક સોહનલાલ ચૌહાણ ઉ.વ.૩૩ રહે.૮૦૦ વાળી લાઈન સેક્ટર-૧૪ ગાંધીધામ.

પકડવાનો બાકી આરોપી…

રાકેશ રહે.જોધપુર રાજસ્થાન
ગુના રજીસ્ટર નંબર…
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-બી ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૬૨૬૦૭૮૫/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી),૨૧(એ).૨૯ મુજબ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત…
(૧) માદક પદાર્થ હેરોઈન વજન – ૧.૯૪૦ ગ્રામ કિ.રૂ.૩૮,૮૦૦/-
(૨) મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/-
(3) હિરો કંપનીનુ મો.સા. ૨જી નં.જીજે-૧૨-ડીએફ-૪૨૩૧ કિ.રૂ.૩પ,000/-
કુલ્લ કિ.રૂ.૯૩,૮૦૦/- કબ્જે કરવામાં આવ્યો છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગાંધીધામમાં ઈનરવ્હીલ ઈનફિનિટી બહેનો દ્વારા BSF સૈનિકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ…

Kutch Kanoon And Crime

૧૦ મી ઓક્ટોમ્બર થી દિલ્હી – કંડલા વિમાની સેવા શરૂ થશે : સાંસદશ્રી વિનોદ ચાવડા

Kutch Kanoon And Crime

ઘઉં તે તો ભારે કરી હો… (ભાગ – 3) કેટ કેટલાની હજી રાતોની નીંદર બગાડસે…

Kutch Kanoon And Crime

Leave a comment