Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામ : મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમાને બદનામ કરવા ખોટી રીતે અશ્લીલ વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી ખંડણી કેશમાં કથિત પત્રકાર સહિત બે શખ્સની ધરપકડ…

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના સમયમાં કાર્યવાહી કરી અશ્લીલ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક કથિત પત્રકાર સહિત બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમાને બદનામ કરવા અમે તેઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે કાવતરું રચાયું હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11993003260393/2026 હેઠળ BNS કલમ 61(2), 308(3), 351(1), 356(1), 29 તેમજ IT Act કલમ 67(A) મુજબ તા. 08 એપ્રિલ 2026ના રોજ રાત્રે ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ આરોપીઓએ મળીને ફરીયાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદે તેની અશ્લીલ વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી છે. જેમાં (1) ઇરફાન ઇબ્રાહિમ હાલેપોત્રા (ઉ.વ. 35) રહે. રાજ ફર્નીચરની બાજુમાં, શેખ ટીંબો, સરપટ નાકાભુજ અને (2) મહંમદ હનીફ હાજી સુમારશા શેખ (ઉ.વ. 42) રહે. ઈદગાહની બાજુમાં, શેખ ટીંબો, ગંગાનાકા પાસે, અંજારનો સમાવેશ થાય છે. આ કેસમાં કુલ 14 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી હાલ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ફાયનાન્સર અનંત તન્ના હની ટ્રેપ પ્રકરણ : તપાસ ક્યાં પહોંચી, ફરાર આરોપીઓ ગાયબ, કુછ તો ગળબળ હૈ કયા..!

Kutch Kanoon And Crime

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

અબડાસાના વાયોર ગામે પણ વિરોધ જોવા મળ્યો

Kutch Kanoon And Crime

Leave a comment