Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

કાળજુ કંપાવી દે તેવી ઘટના : ભુજ નજીક ઝાડીઓમાં એક માસની બાળકીને કોઈ મૂકી ગયું…

ભુજ શહેરની બહાર જતા કોડકી રોડ પર માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. પ્રભુનગર નજીક આવેલી શિવ હોટલ પાછળની ઝાડીઓમાં એક માસની માસૂમ બાળકીને કોઈ ધિક્કાર જનક માનવના ચહેરામાં છુપાયેલા રાક્ષસો દ્વારા ત્યજી દેવામાં આવી હતી. હોટલના સંચાલકને ઝાડીઓમાંથી બાળક રડવાનો અવાજ સંભળાતા તેમણે તરત જ તપાસ કરી હતી. નજીક જઈને જોતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એક માસની બાળકી કપડામાં લપેટેલી હાલતમાં મળી આવી હતી. હોટલ સંચાલકે તરત જ 112 એમરજન્સી હેલ્પલાઈન પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બાળકીનો કબ્જો લઈ તેને તાત્કાલિક સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જણાવાયું છે. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જેથી બાળકીને ઝાડીઓમાં મૂકી જનાર વ્યક્તિ કે વ્યક્તિઓની ઓળખ કરી શકાય. પોલીસે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી જરૂરી કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે. ભુજ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આવા કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે જેમાં નવજાત બાળકોને બિનવારસ હાલતમાં મૂકી દેવામાં આવે છે. આવા કિસ્સાઓ સમાજની સંવેદનશીલતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. બાળકીના જીવન માટે જે રીતે હોટલ સંચાલક અને પોલીસ તત્પરતા દાખવી છે તે માનવતાનું જીવંત ઉદાહરણ છે, પરંતુ આવા બનાવો ફરી ન બને તે માટે સમાજને જાગૃત થવાની જરૂર છે. પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. એક માસની માસૂમ બાળકી હાલ સુરક્ષિત છે, પરંતુ જેને જન્મ આપ્યો એ જ માતા-પિતાએ એક માસ બાદ માસૂમ બાળકીને છોડીને ગયાનું જાણીને માનવતા શરમાયી ગઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ધાણીપાસા વડે રમાતો જુગાર ઝડપાયો : LCB પશ્ચિમ કચ્છે 3 જુગારીઓને ઝડપી પાડ્યા, 5 જણા ફરાર…

Kutch Kanoon And Crime

આવા મૌલાનાને કડક સજા મળે તે માટે મુસ્લિમ સમાજના આગેવાનોને આગળ આવવાની જરૂર છે…

Kutch Kanoon And Crime

ભલ ભલાની રિમાન્ડ લેનારા ત્રણે પોલીસ કર્મચારીઓ આજે પોતે 9 દિવસના રિમાન્ડ પર

Kutch Kanoon And Crime

Leave a comment