Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા : કપાયા પાસે અકસ્માત : પતિ-પત્નીના કરૂણ મોત એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જિંદાલ કંપનીના ગેટ નંબર 1 પાસે રોંગ સાઈડમાં દોડતી બોલેરો જીપે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. સ્થળ પરથી મળેલી માહિતી મુજબ, બોલેરો જીપ રોંગ સાઈડમાં બાઈક સાથે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બાઈક કચ્ચરઘાણ થઈ ગઈ હતી, ઘટનાના તરત બાદ આસપાસના રહેવાસીઓ અને પસાર થતા લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા અને બોલેરો ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મૃતકની ઓળખ 50 વર્ષીય હરિસિંહ પ્રતાપ નિનામા અને તેમની પત્ની 45 વર્ષીય કમલા બેન અરવિંદ નિનામા તરીકે થઈ છે. બંને મૂળ પંચમહાલ જિલ્લાના સાગવારા ગામના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હરિસિંહ જિંદાલ કંપનીમાં લેબર તરીકે કાર્યરત હતા, જ્યારે કમલાબેન અદાણી કંપનીમાં મહિલા સિક્યુરિટી સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માત સમયે બંને પોતાના નાના કપાયા સ્થિત ઘરે જઇ રહ્યા હતા. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સાથે સાથે રસ્તા પર પગપાળા જઈ રહેલા ક્રિષ્ના ઠાકોર નામની એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી જેની સારવાર ચાલુ કરાઈ છે. તો મૃતદેહોને મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં ખસેડી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. કચ્છમાં વધતા માર્ગ અકસ્માતો પ્રત્યે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મુન્દ્રા વિસ્તારમાં સતત બનેલા અકસ્માતોએ લોકોમાં રોષ અને ભયનું માહોલ સર્જી દીધો છે. તો સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, ગામમાંથી પસાર થતા ભારે વાહનો બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

અહેવાલ સમીર ગોર મુંદ્રા – 7567376843

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ

Related posts

ધાણીપાસા વડે રમાતો જુગાર ઝડપાયો : LCB પશ્ચિમ કચ્છે 3 જુગારીઓને ઝડપી પાડ્યા, 5 જણા ફરાર…

Kutch Kanoon And Crime

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના સઘન પ્રયત્નોથી ગાંધીધામનો યુવાન નાજુક હાલતમાથી બહાર

Kutch Kanoon And Crime

કોઠારા પોલીસ કર્મચારીના મોત માટે જવાબદાર બનેલ સગીર બાઇક ચાલકના વાલી સામે ગુનો કેમ ન નોંધાય…?

Kutch Kanoon And Crime

Leave a comment