Kutch Kanoon And Crime
CrimeOther

મુંબઈ : અભિનેતા આયુષ શાહે (Aayush Shah) 4.44 કરોડની લોન ડિફોલ્ટ કેસમાં બીશ્વજીત ઘોષ (Bishwajit Ghosh) દંપતી સામે ફરિયાદ નોંધાવી…

જાણીતા અભિનેતા અને ઉદ્યોગપતિ આયુષ શાહ (Aayush Shah) અને તેમની બહેન મૌસમ શાહ (Mausam Shah) એ મુંબઈ સ્થિત પબ્લિક રિલેશન્સ ફર્મ માર્સ કોમ્યુનિકેટ્સના સ્થાપક તેમજ માયફ્લેજ પ્રાઇવેટ લિમિટેડના (#myfledge private limited) ડિરેક્ટરો બીશ્વજીત ઘોષ (Bishwajit Ghosh) પિયાલી ચેટર્જી ઘોષ (Piyalee Chatterjee Ghosh) અને શબાબ હુસૈન (ઉર્ફે Shabab Hussain ) સામે છેતરપીંડીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન ખોટા બહાના હેઠળ લેવામાં આવેલી કુલ 4.44 કરોડની લોન ચુકવવામાં કથિત રીતે ડિફોલ્ટ કરવામાં આવ્યો છે. ફરિયાદ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ દાખલ કરવામાં આવી છે, કારણ કે આરોપીઓ દ્વારા આપવામાં આવેલા 32 ચેક બાઉન્સ થયા છે.

આયુષ શાહ પાસેથી ટેલિફોનીક જાણવા મળતી માહિતી પ્રમાણે, ગાયક બીશ્વજીત ઘોષે (Bishwajit Ghosh) શરૂઆતમાં મનોરંજન સંબંધિત કામ માટે આયુષ શાહ (Aayush Shah)નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બીશ્વજીત (Bishwajit) અને તેમની પત્ની પિયાલી ચેટર્જી ઘોષે (Piyalee Chatterjee Ghosh) કંપનીના વિસ્તરણ માટે લોન લેવાની વાત કરી, અને બદલામાં આકર્ષક વળતર આપવાની ખાતરી આપી હતી. શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી તેમણે સમયસર નફો/વળતર આપીને વિશ્વાસ જીતી લીધો હતો. વિશ્વાસ મજબૂત કરવા માટે આરોપીઓએ ICICI બેંકના સ્ટેટમેન્ટ્સ દર્શાવ્યાં, જેમાં બનાવટી વ્યવહારો દર્શાવવામાં આવ્યા હતા. એજ નહીં, પરંતુ તેમણે નકલી મિલકત દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા, જેથી તેઓ પોતે નાણાકીય રીતે મજબૂત હોવાનું સાબિત કરી શકે. માયફ્લેજ પ્રાઇવેટ લિમિટેડે (myfledge private limited) બેંગ્લોર, લખનૌ, ભોપાલ, ગુવાહાટી, રાયપુર, મેંગલોર, સિલિગુડી, સુરત અને મુંબઈમાં તાલીમ કેન્દ્રો હોવાનો દાવો કર્યો હતો, જે રોકાણકારો અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવા માટે કામ આવ્યું, પરંતુ, પાછળથી જાણવા મળ્યું કે આ બધું જ બનાવતી હતું. વોટ્સએપ દ્વારા શેર કરાયેલા બેંક સ્ટેટમેન્ટ્સમાં દર્શાવાયેલા ટ્રાન્ઝેક્શન અસ્તિત્વમાં જ નહોતા. મિલકત હોવાના દાવા પણ બનાવતી સાબિત થયા. શરૂઆતમાં ચૂકવાયેલો નફો ફક્ત વધુ લોન મેળવવા માટેની એક સોચી, સમજી અને ગોઠવાયેલી ચાલ હતી, જે પછી મોટાપાયે ડિફોલ્ટ તરફ દોરી ગઈ હતી.

આયુષ શાહે (Aayush Shah) આ અંગે જણાવ્યું કે, “અમે તેમના પર વિશ્વાસ કર્યો કારણ કે તેઓ સતત નાણાકીય વૃદ્ધિના દસ્તાવેજો દર્શાવતા હતા. પરંતુ પાછળથી તે બધું જ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. તેમણે વ્યવસાયના બહાને લોન લીધી હતી અને જેના માટે તેઓ ચેક જારી કર્યા હતા, જે બાદમાં આ ચેકો બાઉન્સ થયા હતા. હવે અમે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે જેથી તેઓ સામે કડક પગલાં લેવાસે તેવી આશા છે. ખાસ વાત એ છે કે બીશ્વજીત ઘોષ (Bishwajit Ghosh) અને પિયાલી ચેટર્જી ઘોષ (Piyalee Chatterjee Ghosh) પર અગાઉ પણ નાણાકીય છેતરપિંડીના અનેક કેસોમાં આરોપ લાગી ચૂક્યા છે. માયફ્લેજ પ્રાઇવેટ લિમિટેડ (myfledge private limited) પર ભૂતકાળમાં વિદ્યાર્થીઓને ગેરંટીકૃત પ્લેસમેન્ટના વચન આપી ખોટી સફળતાની વાર્તાઓ રજૂ કરવાનો તેમજ કર્મચારીઓને પગાર ન ચૂકવવાનો પણ આરોપ છે. હાલ આ સમગ્ર મામલો ચર્ચામાં છે અને આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થવાની શક્યતા છે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે તંત્રએ ઝડપથી પગલાં લેવાની જરૂર છે, જેથી આવી પ્રવૃત્તિઓ ફરી ન બની શકે. હાલ આ લોકોની જાળ ગુજરાત અને ખાસ કરીને કચ્છ તરફ મંડરાઇ રહી છે અને કચ્છમાં ટૂંક સમયમાં આ લોકો બ્રાન્ચ સ્થાપવા જઈ રહ્યા છે એટલે અમારી અપીલ છે લોકોને કે, સાવચેત રહે. નહીંતર તમે પણ ભોગ બની શકો છો.!!

Related posts

LCB પોલીસે મુન્દ્રા પોલીસ અને મરીન પોલીસ સ્ટેશને નોંધાયેલ રાયોટીંગ અને એનડીપીએસ ગુનામાં ફરાર સાડાઉના કાદરશા સૈયદને પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

કથિત ભ્રષ્ટાચાર મામલે બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સહિત દસ સભ્યો સસ્પેન્ડ

Kutch Kanoon And Crime

ભુજના સંસ્કાર નગર વિસ્તારમાં ફાયરિંગ કરીને ATMમાંથી લૂંટનો પ્રયાસ કરનાર એક આરોપી પકડાઈ ગયો

Leave a comment