Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

જૈન શ્રેષ્ટી સમાજસેવક ગઢ નિવાસી નવીન કાકાનું મુંબઈ ખાતે નિધન થતા બનાસકાંઠામાં શોકની લાગણી વ્યાપી…

વર્ષો સુધી બનાસકાંઠા જિલ્લામાં પેથાણી પરિવાર સાથે રહી સેવાની શ્રેષ્ઠ કામ ગીરી કરનાર સાચા સમાજ સેવકની આ ફાની દુનિયામાંથી કારમી વિદાય…

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ ગામ નિવાસી જૈન સમાજના સેવા ભાવી સખી દાતા સ્વ. નવીનચંદ્ર નાગરદાસ શાહ ઉર્ફે નવીન કાકાનું તા : 12/9/25 શુક્રવારે મુંબઈ ખાતે નિધન થયું હતું. સ્વર્ગસ્થ નવીન કાકા પાલનપુરમાં વર્ષો સુધી પેથાણી પરિવાર સાથે રહી બનાસકાંઠાના અનેક ગામોમાં ફરી ફરીને સમાજ સેવાની શ્રેષ્ઠ કામગીરી કરી હતી. બનાસકાંઠામાં દાતાર વીર ભામાશા એવા પેથાણી પરિવારના સખી દાતા શ્રી સુરેશભાઈ પેથાણી અને નવીન શાહ બંને ભાઈઓ વચ્ચે રામ લક્ષ્મણ જેવો પ્રેમ હોવાના કારણે આ જુગલ જોડીએ નિસ્વાર્થ ભાવે ઘણા વર્ષોથી બનાસકાંઠાના જુદા જુદા ગામની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સુખાકારી સેવા માટે અવરિત દાનની સેવા આપી હતી. તેવોએ સખી દાતા અને નેક દિલ ઈમાનદાર સેવા ભાવી તરીકેની તેમની ઓળખ બનાસકાંઠા અને મુંબઈ સુધી તેમની ઓળખ ઉભી કરી તેવો દેશ વિદેશમાં હીરાના વ્યાપાર ક્ષેત્રમાં પણ ઈમાનદાર અને શ્રેષ્ઠ વેપારી તરીકેની તેમની ઉમદા ઓળખ ધરાવતા હતા. સમાજસેવાનું કામ તેમને વડીલોના વારસામાંથી જ મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના એનેક ગામોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની અડધી રાત્રે સેવાની કામગીરી કરવા તેવો હંમેશા અગ્રેસર રહેતા હતા. મુંબઈમાં બેઠા હોય તો પણ જરૂરિયાતમંદોની સેવાનું કાર્ય ગમે તેમ કરીને પૂર્ણ કરતા હતા. એવા જૈન સમાજના શ્રેષ્ઠ સમાજસેવક અચાનક આ દુનિયાને અલવિદા કરીને વિદાય લીધી હોવાના સમાચાર બનાસકાંઠા જિલ્લામા મળતા કેટલાય ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારના લોકો દુઃખ સાથે પોતે નિરાધાર બની ગયા હોવાની વ્યથાની ચર્ચા કરતા હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે અને નવીન કાકાના નિધનના સમાચાર સાંભળીને બનાસકાંઠા જિલ્લાના અનેક રાજકીય આગેવાનો તેમજ અનેક સમાજ સેવાભાવી સંગઠનો અને તેમને ઓળખતા મીડિયા ક્ષેત્રના નાના મોટા પત્રકારોએ પણ દુઃખ વ્યક્ત કરીને નવીન કાકાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે.

અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા – 9824346387
પ્રકાશિત નિતેશ ગોર ભૂજ

Related posts

કચ્છના ટ્રાન્સપોર્ટ એસોસિએશનોની ચેતવણી : 10 સપ્ટેમ્બરથી “No Road – No Toll” આંદોલન…

Kutch Kanoon And Crime

અદાણી પોર્ટસને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્લેટિનમ એવોર્ડ

માંડવી : ગોધરા ગામની ખારોડ નદીમાં ગરકાવ થયેલા યુવાનની લાશ મળી આવી…

Kutch Kanoon And Crime

Leave a comment