Kutch Kanoon And Crime
GujaratPoliticsSpecial Story

બનાસકાંઠા : મેતા ગામે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તનો ફીયાસ્કો…

વિરોધ કરનારા સભ્યો જ અવિશ્વાસની દરખાસ્તમાં હાજર ન રહેતા સરપંચની થઈ જીત…

વડગામ તાલુકાના મેતા ગામ પંચાયતમાં હાલમાં સરપંચ તરીકે મુરતુજા અલી નસીરભાઈ પલસાણીયા ચુંટાઈ આવેલા છે તેમની સામે ગ્રામ પંચાયતમાં ચૂંટાઈ આવેલ કેટલાક સભ્યોની નારાજગી હોય થોડાક દિવસ અગાઉ વડગામ તાલુકા પંચાયતમાં જઈને મેતા સરપંચની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા ની માગણી કરી હતી તેના અનુસંધાને આજ રોજ મેતા ગ્રામ પંચાયતમાં વડગામ તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર રક્ષાબેન ડી. રાજગોર, તેમજ મેતા તલાટી કમ મંત્રી મહેશભાઈ ડેલની હાજરીમા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા સભ્યોની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં મીટીંગના સમયે પંચાયતમાં ચૂંટાયેલા કુલ 12 સભ્યોમાંથી 5 સભ્યો આ મિટિંગમાં હાજર રહ્યા હતા. જ્યારે બાકીના સાત સભ્યો ગેરહાજર ન રહેતા ચાલુ સરપંચની જીત થઈ હતી અને અવિશ્વાસની દરખાસ્તનો ફીયાસ્કો થયો હતો. જેમા વિરોધ કરનારા સભ્યો જ મિટિંગમાં હાજર ન રહેતા આ સભ્યો સામે મેતા ગામના લોકો શંકા કુશંકાઓ કરી રહ્યા છે. આ બાબતે મેતા ગામ પંચાયતના સરપંચ મુરતુજા અલીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા સામે ખોટી નારાજગી વ્યક્ત કરીને મને બદનામ કરનારાઓની હાર થઈ છે અને સત્યની જીત થઈ છે હું મેતા ગામમા વિકાસના કામો કરતો રહીશ સમગ્ર ગામજનો મારી સાથે છે તેમને સાથે લઇને ચાલીશ. હું મેતા ગામ પંચાયતના તમામ સભ્યો તેમજ ગ્રામજનોનો હૃદય પૂર્વક આભાર માનું છું.

અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા 9824346387

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ

Related posts

રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોનાં વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ૧૬ ઓક્ટોબરથી કરશે ઉગ્ર આંદોલન..

Kutch Kanoon And Crime

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Kutch Kanoon And Crime

જૈન શ્રેષ્ટી સમાજસેવક ગઢ નિવાસી નવીન કાકાનું મુંબઈ ખાતે નિધન થતા બનાસકાંઠામાં શોકની લાગણી વ્યાપી…

Kutch Kanoon And Crime

Leave a comment