Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

કચ્છમાં ખરાબ રસ્તાઓ સામે ટ્રાન્સપોર્ટ એસોસિએશનોનો ચીમકીભર્યો નિર્ણય : 12 સપ્ટેમ્બરથી “No Road No Toll” આંદોલન…

કચ્છ જિલ્લાના રસ્તાઓની દયનીય પરિસ્થિતિ સામે હવે ટ્રાન્સપોર્ટ એસોસિએશએ સખ્ત વલણ અપનાવ્યું છે. કચ્છ જીલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે જો તાત્કાલિક અસરથી રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો 12 સપ્ટેમ્બર 2025થી “No Road No Toll” આંદોલન શરૂ કરવામાં આવશે. આંદોલન અંતર્ગત જિલ્લામાં એક પણ ટોલ ટેક્સ ચૂકવવામાં નહીં આવે અને સ્વેચ્છિક હડતાળ કરવામાં આવશે.

– સતત વધતા અકસ્માતો અને આર્થિક નુકસાન…

કચ્છના નેશનલ હાઈવે તથા ટોલ રોડની હાલત લાંબા સમયથી ખરાબ છે. ખાડાઓ અને તૂટેલા રસ્તાઓને કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો બનતા રહે છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનોના જણાવ્યા મુજબ, હરરોજ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થાય છે અને ડ્રાઈવરો તથા મુસાફરોના જીવને પણ જોખમ ઉભું થાય છે.

– આ બધા સંગઠનો જોડાશે આંદોલનમાં…

આ આંદોલનમાં જોડાનારા મુખ્ય સંગઠનોમાં (1) ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોસિએશન, (2) કચ્છ ડીસ્ટ્રીક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોસિએશન- ગાંધીધામ, (3) ધ ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર્સ એસોસિએશન, (4) કંડલા-મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન, (5) કચ્છ ગાંધીધામ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, (6) ટ્રક ઓનર વેલ્ફેર ફાઉન્ડેશન- રતનાલ, (7) ન્યુ જીજીટીએ એસોસિએશન- ગાંધીધામ, (8) ટ્રાન્સપોર્ટ વેલ્ફેર ફાઉન્ડેશન ઓફ રાજસ્થાન, (9) કચ્છ ડીસ્ટ્રીક્ટ ટ્રક ઓનર્સ એસોસિએશન, (10) કચ્છ ટેક્સી એસોસિએશનનો સાથે સમર્થન આપશે અને હડતાળમાં જોડાવાના છે. આ સિવાય કચ્છના વેપારીઓ, ઉદ્યોગિક સંસ્થાઓ અને સામાન્ય જનતા પણ આ લડતમાં જોડાશે તેવી માહિતી આપવામાં આવી છે.

– સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરાયો..

ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો રોડ સારા ન હોય તો ટોલ વસૂલવાનો કંપનીને અધિકાર નથી. તેમ છતાં કચ્છમાં દૈનિક 4 કરોડથી વધુના રૂપિયા ટોલ દ્વારા વસુલાત થવા છતાં સર્વિસ “શૂન્ય” છે.

– લગતા વધતા અધિકારીઓને આપવામાં આવી છે અરજી…

આંદોલન વિશે કચ્છ જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી (સેન્ટ્રલ), નેશનલ હાઈવે ડીપાર્ટમેન્ટ (સ્ટેટ), રોડ એન્ડ બિલ્ડીંગ ડીપાર્ટમેન્ટ, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ચેરમેન, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક, કલેક્ટર તથા ગાંધીધામના ધારાસભ્યને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનોનું કહેવું છે કે જો આ દરમિયાન કોઈ દુર્ઘટના બને અથવા પ્રજાને નુકસાન થાય તો તેની જવાબદારી સંબંધિત વિભાગ અને અધિકારીઓની રહેશે.

– અગાઉ પણ કરવામાં આવ્યા હતા ધરણા…

ગયા વર્ષે સપ્ટેમ્બર 2024માં પણ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વ હેઠળ મોખા ટોલ ઉપર એક દિવસનું ધરણું કરવામાં આવ્યું હતું. તે સમયે કચ્છના કલેક્ટર સાહેબે મધ્યસ્થી કરીને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં રોડનું સમારકામ કરવામાં આવશે. આ ખાતરીને આધારે તે સમયે હડતાલ સમેટી લેવામાં આવી હતી. પરંતુ એક વર્ષ વીતી જવા છતાં રસ્તાઓની હાલત સુધરી નથી, બલકે વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી ટ્રાન્સપોર્ટ એસોસિએશનો સતત સંબંધિત અધિકારીઓના સંપર્કમાં હોવા છતાં કોઈ પ્રગતિ થઈ નથી. આ પરિસ્થિતિને જોતા હવે મજબૂરીમાં આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

– ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનું વલણ…

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને પણ આંદોલનની લેખિત જાણ કરવામાં આવી છે. એસોસિએશનોની માંગ છે કે ચેમ્બર આ મુદ્દે તાત્કાલિક સંયુક્ત મિટીંગ બોલાવે અને નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ ટોલ સંચાલકો સામે દ્રઢ વલણ અપનાવે.

– આ હડતાળના લીધે પ્રજા પર પડતો પ્રભાવ…

કચ્છની પ્રજા પહેલાથી જ વધેલા ટ્રાન્સપોર્ટ ખર્ચ, સમયની બરબાદી અને અકસ્માતોની સમસ્યાઓ ભોગવી રહી છે. એસોસિએશનોનું કહેવું છે કે “કચ્છની ભોળી અને સંવેદનશીલ પ્રજાનો સતત શોષણ થઈ રહ્યો છે. સરકાર તથા ટોલ કંપનીઓ રોજ કરોડો રૂપિયા વસૂલ કરે છે, પરંતુ બદલામાં સેવા નામમાત્રની પણ નથી.”

– ટ્રાન્સપોર્ટ એસોસિએશનોનો સ્પષ્ટ સંદેશ છે…

(1) જો રસ્તાઓનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો 10 સપ્ટેમ્બરથી એક પણ ટોલ ટેક્સ ચૂકવવામાં નહીં આવે. (2) તમામ એસોસિએશનો, વેપારીઓ અને ઉદ્યોગિક સંસ્થાઓ હડતાલમાં જોડાશે. (3) રસ્તા સુધરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

કચ્છ જિલ્લાના રસ્તાઓની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ હવે ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ મુદ્દાને લઈને નક્કર લડત શરૂ કરવાની જાહેરાત કરી છે. “No Road No Toll” આંદોલનથી સરકાર તથા ટોલ કંપનીઓ પર દબાણ વધશે એ નિશ્ચિત છે.

અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

R.R.Cell ભુજની ટીમે બનાસકાંઠામાં સ્વીફ્ટ કારના દરવાજામાં છુપાવેલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધો

Kutch Kanoon And Crime

ખાવડા નજીક ખનીજ ચોરી મામલે પોલીસ પર હુમલાએ અનેક સવાલ ખડા કર્યા..?!

Kutch Kanoon And Crime

જીંદાલ કંપનીમાં કામ કરતા ઓડીસાના શખ્સે ગળે ફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી લીધી

Kutch Kanoon And Crime

Leave a comment