Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

વ્યારા-તાપીમાં એસીબીનું છટકું : Dysp સહિત બે પોલીસ અધિકારીઓ લાંચના કેશમાં સપડાયા…

ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા 20 ઓગસ્ટ, 2025ના રોજ વ્યારા-તાપીમાં લાંચના કેસમાં મહત્વપૂર્ણ છટકું ગોઠવવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી તરીકે એક જાગૃત નાગરિકે ACB નો સંપર્ક કર્યો હતો. તેમના તથા કુટુંબીજનો સામે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ હતો, જેના Dysp નીકીતા શીરોયા (એસ.સી.એસ.ટી. સેલ, જી. વ્યારા-તાપી) તથા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇ રમણભાઇ ગામીત (SCST સેલ, જી. વ્યારા-તાપી) દ્વારા રૂ.4,00,000/-ની લાંચની માંગણી થઈ હતી, જે બાદ રકઝક પછી રૂ.1,50,000/- આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય ACBને જાણ કરતાં છટકું ગોઠવાયું હતું. જેમાં નક્કી કરાયેલા ટ્રેપ મુજબ, આરોપી લાંચની રકમ લેવા કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક L&T કોલોની બહાર જાહેર રસ્તા પર પોતાની ખાનગી ગાડી સાથે પહોંચ્યો હતો. જોકે શંકા થતાં તેણે લાંચની રકમ સ્વીકારી નહોતી અને પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી એસ.એન. બારોટ (પોલીસ ઇન્સપેક્ટર, એસીબી ફીલ્ડ-૩, ઇન્ટે.વીંગ, ગુ.રા. અમદાવાદ) તથા ડિ.બી. મહેતા (પોલીસ ઇન્સપેક્ટર, એસીબી ફીલ્ડ-૩, ઇન્ટે.વીંગ, ગુ.રા. અમદાવાદ) ની મદદથી કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન એ.વી. પટેલ, મદદનીશ નિયામક, એસીબી ફીલ્ડ-૩, ગુ.રા. અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. એસીબી આ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી અધિકારીઓ વિરુદ્ધ આગળની તપાસ ચાલી રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ
અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા

(મેગેઝિન મેળવવા માટે સંપર્ક કરો – 9825842334)

Related posts

કંઠી પટ વિસ્તારમાં એક પ્રસંગમાં લાખોની ચોરી : પરંતુ મામલો પોલીસ ચોપડે ન ચડયો…!!

Kutch Kanoon And Crime

આડેસર પોલીસના નાસતા ફરતા આરોપીને આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજની પોલીસ ટીમે ડિસાથી પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી ૧૫ અને ૧૬ ડિસેમ્બરે કચ્છના પ્રવાસે

Kutch Kanoon And Crime

Leave a comment